અભિનેતા બોબી દેઓલને રાજ્યપાલ કોશિયારીના હાથે સમ્માનિત કરવામા આવ્યા

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 25

બોલીવુડ અભિનેતા બોબી દેઓલને ઓટીટી પ્લેટફોર્મ પર ગયા વરસે પ્રસારિત થયેલી વેબ સીરીઝ આશ્રમ માટે એવોર્ડ આપીને સમ્માનિત કરવામાં આવ્યો છે. જેમા મહારાષ્ટ્રના રાજભવનમાં રાજ્યપાલ ભગત સિંહકોશ્યિારીએ તેને સમ્માનિત કર્યો હતો. આ સમારંભમાં સેનાના અધિકારીઓ સહિત બોલીવૂડની ઘણી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.આમ બોબીને આ વેબસીરીઝ માટે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડથી પણ સમ્માનિત કરવામા આવ્યો છે. જે એવોર્ડ મેળવ્યા બદલ બોબીએ જણાવ્યું હતું કે વેબસીરીઝ આશ્રમ માટે 27મા સોલ લાયન્સ ગોલ્ડ એવોર્ડ 2021માં ઓટીટી પ્લેટફોર્મના સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે આ સમ્માન પ્રાપ્ત કરવું મારા માટે ગર્વની વાત છે. શોના નિર્માતાઓએ આશ્રમ સીરીઝના પાત્ર માટે મારામાં વિશ્વાસ મુક્યો તે માટે હું તેમનો આભાર માનું છું. આ સિવાય બોબી વર્તમાન સમયમા આશ્રમની સીઝન ટુની તૈયારી કરી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.