બોબી દેઓલને વેબ સીરીઝ આશ્રમ માટે મળ્યો દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 56

બોબી દેઓલની વેબ સીરીઝ આશ્રમ વિવાદોમાં ઘસડાઇ હતી, પરંતુ તેમાં તેના અભિનયને લોકોએ વખાણ્યો હતો. હવે અભિનેતા અને આ વેબ સીરીઝને લઇને એક નવા સમાચાર એ છે કે, બોબી દેઓલને આશ્રમ વેબ સીરીઝના તેના અભિનય માટે ઓટીટી સીરીઝનો બેસ્ટ એકટરનો એવોર્ડ મળ્યો છે.

બોબી દેઓલને આશ્રમમાં બાબાનું પાત્ર ભજવવા માટે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો છે. ૨૦ ફેબ્રુઆરીના રોજ મુંબઇમાં પાંચમા દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું હતું.

આશ્રમની બીજી સીરીઝે બોબી દેઓલનું ભાગ્ય બદલી નાખ્યું છે. અભિનેતા છેલ્લા ઘણા વરસોથી કામ-કાજ વગરનો ઘરમાં જ બેઠો હતો. તેને શરાબની પણ વધુ પડતી લત લાગી ગઇ હતી. પરંતુ તેણે પોતાના પરિવાર માટે ફરી કામ કરવાનો નિર્ણય લીધો હતો અને સલમાન ખાને તેને ફિલ્મ રેસ ૩માં તક આપી હતી.

બોબી દેઓલ છેલ્લે હાઉસફુલ ૪માં જોવા મળ્યો હતો. તે જલદી જ અપને ટુમાં દેઓલ પરિવાર સાથે જોવા મલશે. ૨૦૦૭માં આવેલી અપનેની સિકવલ બનવાની તૈયારી થઇ રહી છે. જેમાં દેઓલ પરિવારની ચાર પેઢી એક સાથે કામ કરતી જોવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.