Home / News / કંગનાની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ ગેરકાયદેસર હતીઃ બોમ્બે હાઈકોર્ટ, બીએમસીને કંગના રનૌટને ઓફિસમાં તોડફોડ માટે દંડ આપવો પડશે
કંગનાની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ ગેરકાયદેસર હતીઃ બોમ્બે હાઈકોર્ટ, બીએમસીને કંગના રનૌટને ઓફિસમાં તોડફોડ માટે દંડ આપવો પડશે
મુંબઇ,
બોલિવૂડ એક્રેનોસ કંગના રનૌટની મુંબઈ સ્થિત ઓફિસમાં ૯ સપ્ટેમ્બરે બીએમસી દ્વારા કરવામાં આવેલી તોડફોડને લઈ બોમ્બે હાઇકોર્ટ એ ચુકાદો આપી દીધો છે. કોર્ટે કહ્યું છે કે બીએમસીનું પગલું દુર્ભાગ્યપૂર્જ્ઞ વલણથી કરવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું કે બીએમસીને કંગના રનૌટને ઓફિસમાં તોડફોડ માટે દંડ આપવો પડશે. કોર્ટે કંગના રનૌટની ઓફિસમાં કરવામાં આવેલા તોડફોડના કારણે થયેલા નુકસાનનું આકલન કરવાનો આદેશ આપ્યો છે. આ સંબંધમાં અધિકારીઓ માર્ચ ૨૦૨૧ સુધીમાં પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપશે. નુકસાનની ભરપાઈ માટે એજન્સીના રિપોર્ટ પર હાઈકોર્ટ બાદમાં ચુકાદો સંભળાવશે. જસ્ટિસ એસ. જે. કૈથાવાલા અને આર. આઈ. છાગલાની બેન્ચે આ મામલામાં ચુકાદો આપતાં કહ્યું કે, જે પ્રકારે આ તોડફોડ કરવામાં આવી તે અનધિકૃત હતું. આ ખોટા ઈરાદાથી કરવામાં આવ્યું હતું.
અરજીકર્તાને કાયદાકિય મદદ લેવાથી રોકવાનો એક પ્રયાસ હતો. કોર્ટે ગેરકાયદેસર નિર્માણની બીએમસીની નોટિસને પણ રદ કરી દીધી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે મામલાને જાેતા લાગે છે કે ડિમોલિશનની કાર્યવાહી એક્ટ્રેસના ટ્વીટ્સ અને નિવેદનો માટે તેને નિશાન બનાવવાના ઈરાદાથી કરવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે કંગના રનૌટ દ્વારા દાખલ અરજીમાં ડિમોલિશન નોટિસને ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે જાે જરૂર પડતો તો નિયમિતીકરણ માટે સ્પષ્ટીકરણ આપે. બોમ્બે હાઈકોર્ટે અરજીકર્તા (કંગના રનૌટ)ને સાર્વજનિક મંચ પર વિચારો રજૂ કરવામા; સંયમ રાખવા માટે કહ્યું, પરંતુ સાથોસાથ એવું પણ કહ્યું કે કોઈ રાજ્ય દ્વારા કોઈ નાગરિક દ્વારા કરવામાં આવેલી બિન-જવાબદાર ટિપ્પણીઓને નજરઅંદાજ કરવામાં આવે છે. કોઈ નાગરિકની આવી બિન-જવાબદાર ટિપ્પણીઓ માટે રાજ્યની આ પ્રકારી કોઈ કાર્યવાહી કાયદા અનુસાર ન હોઈ શકે.
નોંધનીય છે કે, બીએમસીએ કંગના રનૌટની ઓફિસનો કેટલોક હિસ્સો ગેરકાયદેસર હોવાનું જણાવીને તેને તોડવામાં આવ્યો હતો. જેના વિરોધમાં કંગનાએ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો. ત્યારબાદ કોર્ટે બીએમસી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. કંગનાએ વકીલે દાવો કર્યો હતો કે ઓફિસનો ૪૦ ટકા હિસ્સો ધ્વસ્ત કરી દેવામાં આવ્યો હતો. તેમાં ઝૂમર, સોફા અને દુર્લભ કલાકૃતિઓ સહિત અનેક કિંમતી સંપત્તિ પણ સામેલ છે.