ઈદ પર જોવા મળી ઈમલીની બીજી મમ્મીની ઝલક

ફિલ્મી દુનિયા

મુંબઈ, ઈમલી સીરિયલની અભિનેત્રી સુમ્બુલ તૌકીર ખાનના પિતાએ જૂન ૨૦૨૩માં બીજા નિકાહ કર્યા હતા. તેમની બંને દીકરીઓએ તેમના નિકાહ કરાવ્યા હતા. રીત-રિવાજો મુજબ તેમના નિકાહ થયા હતા. તેમણે નિકાહ પછી પત્ની સાથેની એકપણ તસવીર સોશિયલ મીડિયા પર શેર નહોતી કરી. જોકે, આજે ઈદ-ઉલ-અજહા એટલે કે બકરી ઈદ પર તેમણે બીજી પત્ની અને સાવકી દીકરીની તસવીરો શેર કરી છે. સાથે જ તેમણે સુમ્બુલ અને તેની બહેનની તસવીરો પણ શેર કરી હતી.

તૌકીર ખાને શેર કરેલી તસવીરોમાં તેમની ત્રણેય દીકરીઓ અને બીજી પત્ની જોવા મળી રહી છે. એક તસવીરમાં સુમ્બુલ અને સાનિયાએ નાની બહેનને વચ્ચે બેસાડી છે. જ્યારે બીજી તસવીરમાં તૌકીર ખાનનાં પત્ની જોવા મળી રહ્યા છે. જોકે, તેઓ ઊંધા ઊભા છે અને બંને દીકરીઓ તેમને ભેટીને ઊભી છે. તેમણે આ તસવીરો શેર કરતાં સૌને ઈદની શુભકામના આપી છે. જણાવી દઈએ કે, સુમ્બુલની બીજી મમ્મીનું નામ નિલોફર છે. તેઓ ડિવોર્સી છે અને એક દીકરીના મમ્મી છે. સુમ્બુલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા કેટલાય વર્ષોથી પિતાને નિકાહ માટે કહી રહી હતી. પરંતુ તેઓ વાત ટાળી રહ્યા હતા.

જોકે, સુમ્બુલના કાકાની સમજાવટ બાદ તેઓ આખરે લગ્ન માટે તૈયાર થયા હતા અને જૂન મહિનાના મધ્યમાં બીજા લગ્ન કર્યા હતા. સુમ્બુલ અને તેની બહેન નાના હતા ત્યારે જ તેમના મમ્મી-પપ્પાના ડિવોર્સ થઈ ગયા હતા. તૌકીર ખાને એકલા હાથે બંને દીકરીઓને ઉછેરી હતી. સુમ્બુલ અવારનવાર પિતાના વખાણ કરતી રહે છે અને તેમણે કેટલો સંઘર્ષ વેઠીને ઉછેર્યા છે તેની વાત કરે છે. જોકે, સુમ્બુલના માતાપિતાના ડિવોર્સ કયા કારણોસર થયા હતા તેનો ખુલાસો આજ સુધી તેણે કર્યો નથી. પિતાએ બીજા લગ્ન કરતાં સુમ્બુલ ખૂબ ખુશ છે અને નવી બહેન મળી હોવાનો પણ તેને આનંદ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.