ભૂમિ પેડનેકરની માસીને વેન્ટિલેટરની જરૂર; એક્ટ્રેસે સો.મીડિયામાં મદદ માગી, 24 કલાકમાં 2 સંબંધીઓના મોત, 3 ગંભીર

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 25

દેશ આ સમયે નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોનાવાઈરસ આપણાં જીવનમાં કોહરામ મચાવે છે. કોરોનાવાઈરસની બીજી લહેરે અનેક લોકોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. સામાન્ય હોય કો ખાસ, તમામ લોકો કોવિડનો ભોગ બની રહ્યાં છે. જોકે, આ સમયે દેશ એક સાથે આ રોગચાળા સામે લડતો જોવા મળી રહ્યો છે. અનેક સેલેબ્સ પણ મદદ માટે આગળ આવ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનકરના નિકટના બે સંબંધીઓના નિધન થયા હતા.

ભૂમિએ હાલમાં જ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘દિવસો વધુને વધુ મુશ્કેલ બનતાં જાય છે. મને દિલ્હી-NCRમાં મારી માસી માટે એક વેન્ટિલેટરની જરૂર છે. તે હાલમાં ICUમાં છે, પરંતુ તેમને શિફ્ટ કરવાની જરૂર છે. જો કોઈને કંઈ ખબર હોય તો મહેરબાની કરીને મને ડાયરેક્ટ મેસેજ કરે.’

ભૂમિ પેડનેકરે કહ્યું હતું, ‘મેં 24 કલાકમાં મારા બે નિકટના લોકોને ગુમાવ્યા છે. આ બંનેને અમે ઘણો જ પ્રેમ કરતાં હતાં. જ્યારે ત્રણ લોકોની તબિયત ઘણી જ નાજુક છે. હું આખો દિવસ આ તમામ લોકો માટે ઓક્સિજન, બેડ્સની શોધમા જ હતી. દુઃખ માટે કોઈ જગ્યા નથી, માત્ર એક્શન. આ પૂરું થાય તેની હવે વધુ રાહ જોઈ શકું તેમ નથી. મહેરબાની કરીને થોડુંક યોગદાન આપો.#covidwarrior #CovidIndia’

ભૂમિ પેડનેકર કોરોના સર્વાઈવર છે. તે હાલમાં સો.મીડિયામાં વીડિયો તથા પોસ્ટ શૅર કરીને વિવિધ માહિતી આપે છે. તેણે પ્લાઝમા ડોનર શોધવાની શરૂઆત કરી છે. તે કોરોનાનો જંગ જીતેલા લોકોને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી રહી છે.

કોરોનાની બીજી લહેરમાં અનેક સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવ્યા છે. ભૂમિ પેડનેકર, અક્ષય કુમાર, આમિર ખાન, અલ્લુ અર્જુન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, આર માધવન સહિતના અનેક સેલેબ્સને કોરોના થયો હતો. ઘણાં સેલેબ્સે કોરોનામાં જીવ પણ ગુમાવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.