રેડ બિકીનીમાં હોટ લાગે છે ભોજપુરી અભિનેત્રી નેહા

ફિલ્મી દુનિયા

મુંબઈ, નેહા મલિક એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત એક્ટ્રેસીસમાંથી એક છે. કામ કરતાં વધારે તે પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ લગભગ દરરોજ નવી તસવીરો સાથે ફેન્સને સરપ્રાઇઝ કરી દે છે. નેહા મલિક તેના ખૂબસૂરત કિલર લુકથી બોલિવૂડની હસીનાઓને ટક્કર આપે છે. નેહા મલિક આજે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો બની ગઈ છે. તે ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ સાથે મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે દરરોજ તેના ફેન્સ સાથે તેના ફોટોઝ અને વીડિયો શેર કરતી જોવા મળે છે. આ વખતે પણ તેણે તેના હોટ ફોટોશૂટથી લોકોને ચોંકાવી દીધા છે. હાલમાં જ નેહાએ રેડ કલરની બિકીનીમાં ફોટોઝ શેર કરીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. ફોટોઝમાં તે ડ્રોપ-ડેડ ગોર્જિયસ લાગી રહી હતી કારણ કે તેણે લેસી લોન્જરી સેટમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યુ છે. લાઇટ મેકઅપમાં તેણે સ્મોકી આઇઝ અને રેડ લિપ શેડ લગાવ્યો છે.

બાલકની પર પોઝ આપતા એક્ટ્રેસ કાતિલ અદાઓથી સોશિયલ મીડિયા યુઝર્સની ધડકનો વધારી રહી છે. ફોટોઝને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, I want to be the kind of story that you have to tell everyone you know …ખેસારી લાલના ‘તેરે મેરે દરમિયાં’માં કામ કરી ચુકેલી એક્ટ્રેસની આ તસવીરો જોઇને લોકો જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યાં છે. કેટલાંક લોકો તેના વખાણ કરી રહ્યાં છે તો કેટલાંક લોકો તેને સવાલ પૂછી રહ્યાં છે કે આખરે તે આ પ્રકારની ભડકાઉ તસવીરો કેમ પોસ્ટ કરે છે.

આ ડ્રેસમાં નેહાએ પોતાનો બિકીની અવતાર બતાવ્યો છે, જેના પર લોકોની નજર ટકી ગઇ છે અને જોતા જ રહી ગયા છે. તેમાં તેણે બિકીની સાથે ઉપર શ્રગ પહેર્યો છે. ફોટોઝને જોતાજોતામાં એક લાખથી વધુ લાઇક્સ મળી ચુકી છે. હવે જો એક્ટ્રેસના ફોટોશૂટ પર લોકોના રિએક્શન્સની વાત કરીએ તો એકે લખ્યું, રેડ ડ્રેસમાં ફટાકડી લાગે છે. બીજાએ લખ્યું, એકદમ કડક. ત્રીજાએ લખ્યું, ફાયર લાગી રહી છે, તો અન્ય એકે તેને રેડ ચેરી કહી દીધી. આ ઉપરાંત કેટલાંક લોકોએ તેના ફોટોઝ પર રેડ રોઝ, રેડ ચિલી, રેડ હોટ, રેડ એલર્ટ જેવી કોમેન્ટ્સની ભરમાર કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.