ભાગ્યશ્રી સમીર સાથે સુહાગરાત સીન કરવામાં ખચકાતી હતી

ફિલ્મી દુનિયા

મુંબઈ, વર્ષ ૨૦૦૧માં આવેલી ફિલ્મ અખિયોં કે ઝરોખો સેમાં એક્ટ્રેસ ભાગ્યશ્રી સાથે કામ કરનાર એક્ટર સમીર સોનીએ હાલમાં જ એક ખુલાસો કર્યો છે. અભિનેતાએ કહ્યું કે ભાગ્યશ્રી કોઈ રોમેન્ટિક સીનના શૂટિંગ દરમિયાન તેની પાસે જતી ત્યારે તે થોડી ગભરાઈ જતી હતી. બાદમાં તેણે જણાવ્યું હતું કે તે આવું કેમ કરે છે.

ભાગ્યશ્રીએ તેના કરિયર કરતાં તેના પરિવારને પ્રાથમિકતા આપી છે. વર્ષ ૨૦૦૧ની ટેલિફિલ્મ અનિલ ગાંગુલી દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી અને તેમાં ભાગ્યશ્રી સાથે એક્ટર સમીર સોનીએ અભિનય કર્યો હતો. સમીર સોનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, અમે એક લવ સીન શૂટ કરી રહ્યા હતા અને તે એક અંધ છોકરીનો રોલ કરી રહી હતી. તે ‘સુહાગરાત એટલે કે લગ્નની રાત’નો સીન હતો અને અમારા દિગ્દર્શકે ચંદ્રની નીચે બારી પાસે ખૂબ જ સુંદર ફ્રેમ ગોઠવી હતી. તે એક રોમેન્ટિક દ્રશ્ય હતું,

પરંતુ જે ક્ષણે હું તેની નજીક પહોંચું છું તે ક્ષણે તે દૂર થઈ જાય છે. આવું વારંવાર થયું. હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે આખરે સમસ્યા શું છે. તેને કેવી રીતે ખબર પડી કે હું તેની નજીક આવી રહ્યો છું? સમીરે એ પણ ખુલાસો કર્યો કે ભાગ્યશ્રી તેને એક બાજુએ લઈ ગઈ અને કહ્યું કે, ‘સમીર, મારે નાના બાળકો છે અને જો તેઓ મને આ રીતે જોશે તો તેઓ શું વિચારશે? તેણે કહ્યું કે તે તેના નિર્ણયનું સન્માન કરે છે, પછી ડિરેક્ટરને પણ આ વિશે જણાવ્યું. ભાગ્યશ્રીની લેટેસ્ટ ફિલ્મ ‘છત્રપતિ’ આ શુક્રવારે સિનેમાઘરોમાં આવી છે.

ફિલ્મમાં તે બેલમકોંડાની માતાની ભૂમિકા ભજવે છે, જેમાં નુસરત ભરૂચા પણ છે. આ ફિલ્મ પ્રભાસ-એસએસ રાજામૌલીની ‘છત્રપતિ’ની હિન્દી રિમેક છે. એક્ટર અભિમન્યુ દાસાણી એક્ટ્રેસ ભાગ્યશ્રી અને હિમાલય દાસાણીનો દીકરો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિમન્યુએ જણાવ્યું હતું કે તેના પિતા નહોતા ઈચ્છતા કે તે એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવે. અભિમન્યુને બોલિવૂડમાં આવતો રોકવા માટે હિમાલયે ઘણાં પ્રયાસો કર્યા હતા, પરંતુ તેણે પરિવારની વિરુદ્ધ જઈને ઈન્ડસ્ટ્રીમાં આવવાનું નક્કી કર્યું હતું. અભિમન્યુ દાસાણી અગાઉ પણ ઘણાં સ્ટારકિડ્સ એવા છે જેમના પેરેન્ટ્સ તેમની એક્ટિંગ કરિયરની વિરુદ્ધ હતા, જો કે તે સ્ટારકિડ આજે ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી ચૂકયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.