વિરોધ થયા પછી પણ જબરદસ્ત હિટ થયું બેશરમ રંગ સોન્ગ

ફિલ્મી દુનિયા

મુંબઈ, શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણ બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ અત્યારસુધી અનેક રેકોર્ડ તોડી ચૂકી છે. લોકો ફિલ્મને એન્જોય પણ કરી રહ્યા છે. પરંતુ ફિલ્મે રીલિઝ પહેલા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. રીલિઝ પહેલા ફિલ્મનું ગીત બેશરમ રંગ લોન્ચ કરવામાં આવ્યુ હતું, અને ત્યારપછી વિરોધનો વંટોળ શરુ થઈ ગયો હતો. આ ગીતમાં દીપિકા પાદુકોણની બિકિનીના રંગને કારણે એક વર્ગની લાગણી દુભાઈ હતી અને ફિલ્મના બહિષ્કારની માંગ ઉઠી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ વિરોધ કરવામાં આવ્યો, અમુક સ્થળોએ થિએટર્સમાં તોડફોડ કરવામાં આવી, પોસ્ટર્સ સળગાવવામાં આવ્યા અને કાસ્ટને ધમકી પણ આપવામાં આવી. આટલા વિવાદોના વંટોળ વચ્ચે પણ ગીત સુપરહિટ સાબિત થયું છે.

લોકોને ગીત ખૂબ પસંદ આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર તો અનેક લોકોએ તેના પર ડાન્સ કરીને વીડિયો પણ શેર કર્યા. આ ગીત માટે સ્પેન જઈને શૂટ કરવામાં આવ્યુ હતું. આ પહેલા પણ દીપિકાએ એક વાતચીત દરમિયાન કહ્યુ હતું કે શૂટિંગ મુશ્કેલ હતું. ચોક્કસપણે લોકેશન ઘણું સુંદર હતું પણ તે સમયે ખૂબ જ ઠંડી હતી, હવા પણ વધારે હતી. તમને જણાવી દઈએ કે, ફિલ્મના બે મુખ્ય ગીત છે- બેશરમ રંગ અને ઝૂમે જો પઠાન..હવે બેશરમ રંગ ગીતમાં અવાજ આપનારી સિંગર શિલ્પા રાવે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે કે શિલ્પા રાવ આ પહેલા પણ દીપિકા પાદુકોણ માટે અવાજ આપી ચુકી છે.

દીપિકા પાદુકોણના સુપરહિટ ગીત ખુદા જાને માટે પણ શિલ્પાએ અવાજ આપ્યો હતો. શિલ્પા રાવે બેશરમ રંગ ગીત વિશે પણ વાત કરી અને જણાવ્યું કે તેને આટલી લોકપ્રિયતા કેમ મળી છે. શિલ્પા જણાવે છે કે, દીપિકા અને શાહરુખની કેમિસ્ટ્રી આ ગીતમાં જબરદસ્ત હતી. સિંગર જણાવે છે કે, બેશરમ રંગ ગીતમાં દીપિકા પોતાના સ્વને સેલિબ્રેટ કરે છે. આ સિવાય સ્ક્રીન પર શાહરુખ અને દીપિકાની કેમેસ્ટ્રી પણ ઘણી સારી છે. મ્યુઝિક વીડિયોમાં બન્ને સુંદર લાગી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદે મને કહ્યુ હતું કે આ એક એવું ગીત છે જેમાં પોતાના સ્વીકારની વાત છે. તમે સારા છો, ખરાબ છો, ફ્લોલેસ છો..પોતાની જાતને સેલિબ્રેટ કરો. માટે મને આ ગીત ગાવાની ખૂબ મજા આવી. શિલ્પાએ વધુમાં જણાવ્યું કે, મારુ માનવું છે કે, ગીતમાં એક એવી મેલડી હોવી જોઈએ અને શબ્દો પણ એવા હોવા જોઈએ કે લોકો તેની સાથે જોડાઈ શકે.

જ્યારે દર્શકોને ગીતમાં આ તમામ પરિબળો મળી જાય છે તે ગીત પોપ્યુલર બની જાય છે. પ્રમોશન, રીચ, રીલ્સ આ બધું પછીની વાત છે. મારા મત અનુસાર, આ ગીત હિટ એટલા માટે થયું કારણકે લોકો તેના અર્થને સમજી શકયા. ગીતનો સાર એ જ છે કે કોઈ પણ સંકોચ વગર પોતાની જાતને વ્યક્ત કરો અને જેવા છો તે સ્વરુપમાં પોતાને પ્રેમ કરો. તાજેતરમાં જ બેશરમ રંગ ગીતને કોરિયોગ્રાફ કરનાર વૈભવી મર્ચન્ટે પણ ખુલીને વાત કરી હતી. તેણે દીપિકાના આઉટફિટ્સ વિશે કહ્યું કે, બીચ પર લોકો આખું શરીર ઢાંકીને નથી જતા. શાહરુખ ખાન પણ બીચ પર શર્ટલેસ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.