
રિલીઝ પહેલા ટાઈગર ૩નો નવો પ્રોમો થયો વાયરલ
મુંબઈ, નવેમ્બરનો મહિનો ભાઈજાનના ફેન્સ માટે ખાસ બનવા જઈ રહ્યો છે. સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી અભિનીત ‘ટાઈગર ૩’ ની રિલીઝ નજીક છે. તે અગાઉ આજે આ ફિલ્મનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આમાં સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સામસામે છે. તમને જણાવી દઈએ કે ઈમરાન આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં છે. નવા પ્રોમો વીડિયોમાં જ્યાં ઈમરાન ટાઈગરને ચેલેન્જ આપતા જોવા મળે છે, ત્યાં ટાઈગરે ઈમરાનને પણ હરાવ્યો છે.
આ સિવાય કેટરીનાના એક્શન સીન પણ જોવા મળી રહ્યા છે. ટાઈગર ૩ના ટીઝર, ટ્રેલર અને પહેલા ગીત ‘લેકે પ્રભુ કા નામ’ બાદ હવે તેનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ ૫૦ સેકન્ડનો વીડિયો છે, જેનું શીર્ષક છે ‘ટાઈગર ઈઝ બેક’. જેમાં સલમાન ખાન ભારતની સુરક્ષા માટે એકલા હાથે લડતો જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં વિલન બનેલો ઈમરાન કહે છે, ‘હવે મારો વારો છે, આ વખતે તમે ટાઈગરને ગુમાવશો. હું ટાઈગરને વચન આપું છું કે ભારતનું અસ્તિત્વ વિશ્વના નકશા પરથી ભૂંસી નાખીશ. આ પછી વીડિયોમાં સલમાન ખાન ડેશિંગ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. તેમના સિવાય કેટરીના કૈફનો એક્શન અવતાર પણ જોવા જેવો છે.
સલમાન કહે છે, ‘તમે બધુ બરાબર કર્યું છે, તમે બસ એક વાત ભૂલી ગયા છો, ‘જ્યાં સુધી ટાઈગર નહીં મરાય ત્યાં સુધી ટાઈગર હાર્યો નથી.’ પ્રોમો જોયા પછી, ફિલ્મ માટે દર્શકોની ઉત્તેજના વધુ વધશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દિવાળીના અવસર પર ૧૨ નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત ‘ટાઈગર ૩’ યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુર્નિવર્સ ફિલ્મ છે. તેનું એડવાન્સ બુકિંગ ૫ નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે અને તમે ૧૨ નવેમ્બરે સવારે ૭ વાગ્યાથી તેનો શો જોઈ શકશો. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો પણ એક ખાસ કેમિયો છે, જેને લઈને દર્શકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.