અરશદ વારસીએ ગર્લફ્રેન્ડને બીયર પીવડાવીને પ્રેમ વ્યક્ત કરાવેલો

ફિલ્મી દુનિયા

મુંબઈ, ૧૯ એપ્રિલ ૧૯૬૧ના રોજ મુંબઈમાં જન્મેલા તમારા ફેવરિટ સ્ટાર્સ અરશદ વારસી અને મારિયા ગોરેટીની લવસ્ટોરી કોઈ બોલિવૂડ ફિલ્મથી ઓછી નથી. અરશદ-મારિયાની લવસ્ટોરીમાં એ કહેવત એકદમ બંધબેસે છે કે, પ્રેમમાં વ્યક્તિ ધર્મ, જાતિ, સંસ્કૃતિ અને અન્ય તમામ બાબતોથી બેધ્યાન થઈ જાય છે. અરશદ અને મારિયાની લવસ્ટોરી પણ આવી જ છે. એ તો બધા જાણે છે કે, નાની ઉંમરે માતા-પિતાના અવસાન પછી અરશદ વધુ ભણી શકયો નહોતો. તે પછી તેણે કોસ્મેટિક સેલ્સમેનથી લઈને ફોટો લેબ સુધીનું કામ કર્યું. જોકે, ગરીબીમાં જીવતા અરશદને ડાન્સ કરવાનો શોખ હતો.

તેને ડાન્સનો ખૂબ જ શોખ હતો. રસપ્રદ વાત એ છે કે, તેમની પત્ની મારિયાને પણ ડાન્સ કરવાનો શોખ હતો, આ એક વિચિત્ર સંયોગ હતો કે, ડાન્સ તેમને એક સાથે લાવ્યો હતો. ૧૯૯૧ માં જ્યારે અરશદ વારસીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ડાન્સ ટેલેન્ટ શોને જજ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અરશદે સ્ટેજ પર એક સુંદર અને પ્રતિભાશાળી છોકરી જોઈ અને તેના માટે દિવાના બની ગયા. તે છોકરી હતી મારિયા ગોરેટી. આ પહેલી નજરનો પ્રેમ નહોતો પણ અરશદ તેની પ્રતિભાથી પ્રભાવિત થયો હતો. બાદમાં તેણે મારિયાને તેના ડાન્સ ગ્રૂપમાં જોડાવાનું કહ્યું, પરંતુ તેણે અરશદની ઓફર ફગાવી દીધી. એકવાર એક ઈન્ટરવ્યુમાં અરશદે જણાવ્યું હતું કે, તેણે કેવી રીતે મારિયાને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

ફિલ્મફેરના એક રિપોર્ટ અનુસાર અરશદે કહ્યું કે એકવાર તે મારિયા સાથે દુબઈ ટૂર પર ગયો ત્યારે મેં મારિયાના કોલ્ડ ડ્રિંકમાં બિયર મિક્સ કરી હતી. મારિયાએ નશો કરીને અરશદને પોતાના દિલની વાત કહી. તેણે કબૂલ્યું કે તે અરશદને ખૂબ પ્રેમ કરે છે. જણાવી દઈએ કે, અરશદ અને મારિયાએ પણ બે વાર લગ્ન કર્યા કારણ કે મારિયા ખ્રિસ્તી હતી જ્યારે અરશદ મુસ્લિમ પરિવારનો હતો. આવી સ્થિતિમાં, મારિયાના પિતા ઇચ્છતા હતા કે, તેમની પુત્રીના લગ્ન ચર્ચમાં સંપૂર્ણ ખ્રિસ્તી રીત-રિવાજો સાથે થાય જ્યારે અરશદનો પરિવાર નિકાહ ઇચ્છતો હતો. આથી, દંપતીએ ૧૪ ફેબ્રુઆરી ૧૯૯૯ના વેલેન્ટાઈન ડેના રોજ લગ્ન કરવાનું નક્કી કર્યું અને બંનેએ પરંપરાગત લગ્ન કર્યા. જણાવી દઈએ કે, અરશદ વારસીએ વર્ષ ૧૯૯૬માં આવેલી ફિલ્મ ‘તેરે મેરે સપને’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હોય, પરંતુ અરશદની એક્ટિંગને લોકોએ પસંદ કરી હતી.જોકે, પહેલી ફિલ્મ ફ્લોપ થવાને કારણે તેને ઘણો સંઘર્ષ કરવો પડયો હતો. આવી સ્થિતિમાં તેમને લાંબા સમય સુધી કોઈ કામ ન મળ્યું. તેમના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તેઓ ત્રણ વર્ષ સુધી ઘરે બેઠા અને કામની શોધમાં ભટકતા રહ્યા. આ મુશ્કેલ સમયમાં તેમની પત્ની મારિયાએ તેમનો સાથ આપ્યો અને ત્રણ વર્ષ સુધી ઘરનો ખર્ચ ઉઠાવ્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.