
અરિજીત સિંહ વર્ષે કરોડોની કમાણી કરવા છતાં સાદુ જીવન જીવે છે
મુંબઈ, નવા-નવા પ્રેમમાં પડયા છો? અથવા હાલમાં જ હાર્ટબ્રેક થયું છે? અરિજીત સિંહ પાસે અપના બના લે પિયાથી લઈને મેં ઢૂંઢને કો જમાને મેં જબ વફા નીકલા અને જો તુ મેરા હમ દર્દ હૈથી લઈને ‘હમારી અધૂરી કહાની’… સુધી તેમ દરેક પ્રકારની લાગણીઓને દર્શાવતા સોન્ગ છે, જે એક વ્યક્તિ તેના જીવનના અલગ-અલગ તબક્કે અનુભવે છે.
આ પોપ્યુલર પ્લેબેક સિંગરનો અવાજ મન માટે કોઈ મલમથી ઓછો નથી. જેઓ અરિજીતના ફેન્સ છે તેઓ તેના ડાઉન-ટુ-અર્થ સ્વભાવ અને સાદગીના પણ પ્રશંસક હશે જ. ઈન્ટરનેટ પણ ઘણા વીડિયો છે, જે સાબિતી આપે છે કે અરિજીત સિંહ હજી પણ તેના મૂળને ભૂલ્યો નથી અને પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં સામાન્ય વ્યક્તિની જેમ રહે છે. તેનો આવો જ વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે તેની નમ્રતાની સાબિતી આપે છે. અરિજીત સિંહનો જે નવો વીડિયો સામે આવ્યો છે,
તેમાં તે ખૂબ જ સિમ્પલ અંદાજમાં સ્કૂટર પર કરિયાણું ખરીદવા જઈ રહ્યો છે. તેણે વ્હાઈટ કલરના ટીશર્ટની સાથે લૂંગી પહેરી છે અને પગમાં સાદા સ્લિપર છે. આ સાથે તેણે માથા ગ્રે કલરનું બંદાના પહેર્યું છે. આ લૂકમાં તેને ઓળખવો પણ મુશ્કેલ છે. તે બંગાળી ભાષામાં પાડોશી સાથે વાત કરી રહ્યો છે અને તેની પત્ની કેવી રીતે બ્લડ બેંક પહોંચી તે જણાવી રહ્યો છે, આ સાથે તે ઠીક હોવાનું પણ કરી રહ્યો છે. આગળ ક્લિપમાં તે પોતાના સ્કૂટર પર બેસે છે અને જતો રહે છે.
માત્ર દેશ જ નહીં પરંતુ દુનિયામાં પણ મોટી સંખ્યામાં ચાહક વર્ગ ધરાવતા અરિજીતની સાદગી દિલને સ્પર્શી જાય તેવી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું છે ‘સિમ્પિલિટી લેવલ’, એક ફેને કોમેન્ટ કરી ‘ડાઉન ટુ અર્થ’, એકે લખ્યું ‘તે હાઈએસ્ટ પેઈડ સિંગર છે, વાઉ’. કેટલાક ફેને તેને પોતાનો ફેવરિટ આર્ટિસ્ટ ગણાવ્યો. અરિજીત સિંહ જ્યાં પણ કોન્સર્ટ કરે છે ત્યાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય છે.
થોડા દિવસ પહેલા જ એક કોન્સર્ટ દરમિયાન એક ફેને લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન તેનો હાથ ખેંચ્યો હતો જેના કારણે તેને ઈજા પહોંચી હતી. જે બાદ તેણે ફેનને શાંતિથી સમજાવતા કહ્યું હતું કે ‘તમારે આ સમજવાની જરૂર છે. મને સાંભળો અને કંઈ બોલતો નહીં. તમને મજા આવી રહી હતી તે બરાબર છે. પરંતુ જો હું પર્ફોર્મ કરવા સક્ષમ નહીં હોવ તો તમને કેવી રીતે ગમશે? તમે મોટા છો અને સમજદાર પણ બરાબર? તમે મારો હાથ કેમ ખેંચ્યો? હવે મારો હાથ ધ્રૂજી રહ્યો છે. શું મારે અહીંથી જતા રહેવું જોઈએ?’