
વિરાટની બર્થ ડે પર અનુષ્કા શર્માએ શેર કર્યો મસ્ત ફોટો
મુંબઈ, વિરાટ કોહલીને ક્રિકેટના ગ્રાઉન્ડમાં જોતાની સાથે લોકો ખુશ થઇ જાય છે અને ચીસો પાડવા લાગે છે. ક્રિકેટના મેદાન પર બલ્લેબાજીના અનેક રેકોર્ડ્સ કોહલીએ તોડયા છે. ક્રિકેટની દુનિયામાં વિરાટનું નામ કંઇક અલગ જ છે. વિરાટ કોહલીનો ફેન્સ વર્ગ બહુ મોટો છે. વિરાટ કોહલી ક્રિકેટના એવા શિખર પર પહોંચી ગયા છે કે જેને જોઇને બીજી ખેલાડીઓ પણ આ સપના પૂરા કરવા માટે સપના જોઇ રહ્યા છે. આ ખાસ દિવસે વિરાટની વાઇફ અનુષ્કા શર્માએ ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કરીને લોકોને કરી દીધા છે. બર્થ ડે વિશનો અનુષ્કાનો આ આઇડિયા જોઇને લોકો ચારેબાજુ ચર્ચાઓ કરી રહ્યા છે.
અનુષ્કા શર્માએ હાલમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિરાટ કોહલીને આ ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કરી છે. બર્થ ડે વિશમાં અનુષ્કાએ એક મસ્ત તસવીર શેર કરી છે જેમાં પહેલી તસવીરમાં વિરાટ કોહલીએ જીરો રન પર આઉટ કરનાર એક આર્ટિકલનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ આર્ટિકલમાં વિરાટ કોહલી એ મેચનો ઉલ્લેખ છે જ્યારે ક્રિકેટરે ઝીરો રન પર કેવિન પીટરસનને આઇટ કર્યો હતો. આ વાત વર્ષ ૨૦૧૧ના ટી૨૦ મેચ દરમિયાનની છે. જ્યારે બીજી તસવીરમાં વિરાટ એકદમ ફની અંદાજમાં જોવા મળી રહ્ય છે. અનુષ્કા શર્માએ ત્રીજી તસવીર શેર કરી છે જેમાં પતિ વિરાટની સાથે નજરે પડી રહી છે.
આમાં વિરાટની સ્માઇલ કરતા પોઝ આપી રહ્યો છે અને અનુષ્કા પાઉટ કરીને પોઝલ આપતી જોવા મળી રહી છે. આ બન્ને તસવીરોમાં ખૂબ કયૂટ લાગી રહ્યા છે. આ પોસ્ટની સાથે અનુષ્કા શર્માએ એક મજેદાર કેપ્શન લખ્યુ છે. પતિને બર્થ ડે વિશ કરતા અનુષ્કાએ લખ્યુ છે કે..વો જીંદગી કે હર રોલ મેં બેહતરીન હૈ ઔર અબ ભી અપને ટોપી મેં કુછ નઇ ઉપલબ્ધિયાં જોડતે જા રહે હૈ. મેં આપસે તાઉમ્ર એસે હી પ્યાર કરતી રહૂંગી, હર પલ, ચાહે કુછ ભી હો જાએ..’. આમ અનુષ્કાની આ પોસ્ટ પર લોકો અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. વિરાટે પણ વાઇફને આ પોસ્ટ પર રિએક્ટ કર્યુ છે.