
અનુપમા અભિનેતા નિતેશ પાંડેનું હાર્ટએટેકથી નિધન થયું
ટીવી અને મનોરંજનની દુનિયા માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.જેમા વૈભવી ઉપાધ્યાયના નિધન બાદ અનુપમા ફેમ અભિનેતા નિતેશ પાંડેએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે.જેમાં અભિનેતાનુ 51 વર્ષની ઉંમરે હાર્ટએટેકના કારણે નિધન થયું છે.આ સાથે જ સમગ્ર મનોરંજન જગતમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.જેઓ નાસિક નજીક શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની તબિયત બગડી હતી.નીતિશે ઓમ શાંતિ ઓમ,દબંગ 2 અને ખોસલા કા ઘોસલા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.આ સિવાય તેઓ લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હતા અને ઘણા લોકપ્રિય શોનો ભાગ રહી ચૂક્યા છે.જેઓનો જન્મ 17 જાન્યુઆરી 1973ના રોજ થયો હતો.એક્ટિંગના શોખીન નીતિશે 1990માં થિયેટરની શરૂઆત કરી હતી.ત્યારબાદ તેમણે ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.તેઓ મંજિલ અપની અપની,અસ્તિત્વ એક પ્રેમ કહાની,પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યાર,સાયા,જૂસ્તુજુ, દુર્ગો નંદીની જેવા શોમાં મહત્વપૂર્ણ રોલમાં નજર આવ્યા હતા.તેઓ રૂપાલી ગાંગુલીનો ફેમશ શો અનુપમામાં ધીરજ કપૂરના પાત્રમાં નજર આવ્યો હતો.નીતિશ પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.જેઓએ અભિનેત્રી અશ્વિની કલેસકર સાથે 1998માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2002માં તે બંને અલગ થઈ ગયા હતા.