
અમિતાભ બચ્ચન સાથે આનંદ પંડિત સરકાર 4 ફિલ્મ બનાવશે
ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે આ વર્ષે વિવિધ પ્રકારની ફિલ્મો બનાવવાનું નક્કી કર્યું છે.જેમાં આગામી ફિલ્મ સરકાર 4ની જાહેરાત પછી એમાં વધુ વૈવિધ્ય સામે આવ્યું છે.જેમાં અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના પરફોર્મન્સથી પ્રેક્ષકોને જકડી રાખનાર ફ્રેન્ચાઈસીની આગામી સીક્વલ છે.આમ પંડિતને સરકાર 4 થિયેટરમાં રજૂ કરવા બાબતે ઘણી અપેક્ષા છે અને તેમના મતે ફિલ્મોના સારા દિવસો પાછા આવી ગયા છે.પંડિત કહે છે કે થિયેટરોનો યુગ ફરી શરૂ થયો છે અને મારી ઈચ્છા ઓછામાં ઓછા થિયેટરોમાં સરકાર 4 રજૂ કરીને મોટી સફળતા મેળવવાની છે.અમિતાભ બચ્ચન ઉપરાંત બાકીની કાસ્ટ પાત્રોની જરૂરીયાત મુજબ ઉમેરવામાં આવશે.