અમિષા પટેલ એક સાઈડથી ડંગરીનું બટન ખુલ્લું રાખીને આવી

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ અમિષા પટેલ સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. અમિષા પોતાના વિડીયો અને તસવીરો શેર કરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર અભિનેત્રીઓ પૈકીની એક અમિષાએ ‘ગદર’ અને ‘કહોના પ્યાર હૈ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બોક્સઓફિસ પર આ બંને ફિલ્મોએ ધૂમ કમાણી કરી હતી. આ પછી પણ અમિષા ફિલ્મોમાં દેખાઈ હતી પરંતુ અગાઉ જેવી સફળતા નહોતી મળી. છેલ્લા કેટલાક વર્ષોથી તો અમિષા જાણે ફિલ્મી પડદેથી ગાયબ થઈ ગઈ છે.

જાેકે, ફિલ્મોમાંથી ગાયબ અમિષા સોશિયલ મીડિયા થકી ફેન્સ સાથે જાેડાયેલી રહી છે. પોતાના હોટ લૂકના કારણે ચર્ચામાં રહેતી અમિષા પટેલ હાલમાં જ પોતાના લૂકના કારણે ટ્રોલર્સના નિશાને આવી છે. તાજેતરમાં જ અમિષા પટેલ એરપોર્ટ પર જાેવા મળી હતી. અમિષા પટેલ ડંગરી પહેરીને એરપોર્ટ પર આવી હતી. બ્લેક રંગના ક્રોપ ટોપ સાથે અમિષાએ ડંગરીનું એક તરફનું બટન ખુલ્યું રાખ્યું હતું. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો તેની ટીકા કરવા લાગ્યા હતા. ૪૬ વર્ષીય અમિષા પટેલ ગોર્જિયસ લાગી રહી હતી. પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સને તેનો આ લૂક પસંદ નહોતો આવ્યો અને તેને ટ્રોલ કરવાની શરૂ કરી હતી.

સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સે અમિષા પટેલને ઘરડી કહી હતી. તો કેટલાક લોકોએ જાણી જાેઈને બટન ખુલ્લું રાખીને આવી છે તેમ કહ્યું હતું. કેટલાક લોકોએ અમિષાને નૌટંકીની દુકાન કહી હતી. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું, “ઘડપણમાં બાળકોવાળા કપડાં સૂટ નથી કરતાં મેડમ.” અન્ય એક યૂઝરે લખ્યું, “એ જ છપરી સ્ટાઈલ ફેશન કરી છે…એક સાઈડનું ડ્રેસનું બટન ખુલ્લું રાખ્યું છે.” અન્ય એકે લખ્યું, “કેટલો ખોટો દેખાડો કરે છે. વર્કફ્રંટની વાત કરીએ તો, અમિષા પટેલ ફિલ્મી પડદે કમબેક કરવા માટે તૈયાર છે. અમિષા સની દેઓલ સાથે ફિલ્મ ‘ગદર ૨’માં જાેવા મળશે. ફિલ્મના પહેલા ભાગની સફળતા પછી ફરી એકવાર સની દેઓલ અને અમિષા પટેલની જાેડી ફિલ્મમાં લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ હાલ ચાલી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.