ગોલ્ડન ગ્લોરી એવોર્ડમાં પહોચી તમામ અભિનેત્રીઓ, કોઈએ પહેર્યો શોર્ટ ડ્રેસ તો કોઈએ પહેર્યો કોટ
મુંબઈમાં લેટ નાઈટ ‘ગોલ્ડન ગ્લોરી એવોર્ડ’નું આયોજન થયુ હતું. આ અવસર પર બોલીવુડની તમામ અભિનેત્રીઓ તૈયાર થઈને આવી પહોચી હતી. ત્યા કેટલીક અભીનેત્રીઓએ તો રેડ કાર્પેટ પર એટલો બોલ્ડ લૂક બતાવ્યો કે એમનો લૂક જોતા જ ચર્ચામા આવી ગયો.
સૌથી પહેલા જુઓ અજય દેવગણની ‘દ્રશ્યમ’ ફિલ્મમા પત્નીનુ પાત્ર ભજવેલી શ્રીયા સરણની તસ્વીર. શ્રિયા આ અવસર પર ડેનીમ કપડાની એક એવો ડ્રેસ પહેરીને પહોંચી જે ફક્ત પગ સુધી ચારેય બાજુથી ખુલ્લો હતો.અભિનેત્રીને પણ આ ડ્રેસ કેરી કરવામાં મુશ્કેલી પડી રહી હતી. તસવીરોમાં તમે જોશો કે કમર પર બંને બાજુથી ઊંડો કટ છે. તે ઉપરથી ઓફ શોલ્ડર ડ્રેસ છે, તેમજ સ્કર્ટમાં આગળની બાજુએ પણ કટ છે.
રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કર્યા બાદ પરિણીતી ચોપરા ડાર્ક બ્લુ ડ્રેસ પહેરીને એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી. અભિનેત્રીનો આ ડ્રેસ સંપૂર્ણ રીતે
ઢંકાયેલો હતો. અભિનેત્રી આ ડ્રેસ પહેરીને પહોંચી કે તરત જ પેપરાજી તેના ફોટા ક્લિક કરવાનું શરૂ કરી દીધું હતું.
ડિલિવરી બાદ ગૌહર ખાને ઘણું વજન ઘટાડ્યું છે. એવોર્ડ ફંક્શનમાં ગૌહર પર્પલ કોટ પહેરીને પહોંચી હતી. અભિનેત્રીનો આ સ્ટાઇલિશ લૂક ચાહકોને પસંદ આવી રહ્યો છે.
‘અનુપમા’ સીરિયલ ફેમ મદાલસા પણ કિલર લુકમાં એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી. અભિનેત્રીએ જાળીવાળો સિલ્વર ગાઉન પહેર્યો હતો. ગાઉનમાં એટલી ડીપ નેક છે કે તે તેના દેખાવને બોલ્ડ અને હોટ બનાવી રહી હતી.
સીરિયલ ‘દિયા ઔર બાતી’માં સંધ્યા બિંદીની ભૂમિકા ભજવનાર દીપિકા સિંહ આ પ્રસંગે રેડ કલરના હાઈ થાઈ સ્લિટ ગાઉન પહેરીને
પહોંચી હતી. એક્ટ્રેસનું આ ગાઉન એકદમ રિવિલિંગ અને એક્સપોઝિંગ હતું.
જ્યાં એક તરફ તમામ સુંદરીઓ એક કરતા વધુ બોલ્ડ લુકમાં પહોંચી હતી તો બીજી તરફ સુષ્મિતા સેનની ભાભી ચારુ આસોપા પીચ કલરની પ્લેન સાડી પહેરીને પહોંચી હતી. એક્ટ્રેસનો આ સિમ્પલ લુક તેને ખૂબ જ સૂટ કરી રહ્યો હતો.
આ એવોર્ડ ફંક્શનમાં કરિશ્મા તન્ના પણ જોવા મળી હતી. આ પ્રસંગે અભિનેત્રી ચમકદાર બ્રાઉન કલરની પેન્ટ અને ફુલ સ્લીવ મેચિંગ ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીનાં આ ટોપની ગરદન ખૂબ જ ઊંડી હતી.