આલિયાએ એવોર્ડ લેતાં પહેલાં રેખાને નમન કર્યું

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ એ ફેશનિસ્ટાથી ઓછી નથી. એક તરફ તે પોતાની ફિલ્મોથી સતત લોકોના દિલ જીતી રહી છે. બીજી તરફ તેની સ્ટાઈલિંગ સેન્સને પણ ફેન્સ ખૂબ પસંદ કરે છે. હાલમાં જ તે ૬૮મા ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૩માં ભાગ લેવા તે પહોંચી હતી, જ્યાં તેણે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ તો જીત્યો જ પણ પોતાના ગ્લેમરસ લુકથી સૌ કોઈનું ધ્યાન પણ પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. આલિયાની વિશેષતા એ જ છે કે, તે દરેક ઈવેન્ટમાં ફેશન ગેમથી આખી લાઈમલાઈટ પોતાના નામે કરી લે છે.

આલિયા બ્લેક ગાઉનમાં ખૂબ જ જોરદાર લાગતી હતી. આલિયાએ ફિલ્મફેર એવોર્ડ નાઈટ માટે ઑફ શૉલ્ડર ગાઉન પહેર્યું હતું, જે તેને અપ્સરા જેવો લુક આપી રહ્યો હતો. સાથે જ તેમણે તે સ્ટનિંગ આઉટફિટને ફેશન ડિઝાઈનર ટોનિ વોર્ડના કલેક્શનથી લીધું હતું. તેમાં સ્ટ્રેટ નેકલાઈનની સાથે અપર પોર્શન પર શિમરી ડિટેલ એડ કરવામાં આવી હતી. બસ્ટ પોર્શન સુધી ડ્રેસ પર મેચિંગ સિક્વનને એડ કરવામાં આવ્યું હતું, જે બ્લિંગ ઈફેક્ટ ક્રિએટ કરી રહી હતી. આલિયાના આ ગાઉનને સ્કર્ટવાળા પોર્શનમાં મરમેડ કટ આપવામાં આવ્યો હતો, જે તેના લુકને એલિગન્સ શૉ કરી રહ્યો હતો. સાથે જ આલિયા આ આઉટફિટમાં પોતાના ફિગર પરફેક્ટલી ફ્લોન્ટ કરતી પણ નજરે પડી હતી. તમે પણ આ પ્રકારના ગાઉન માટે ડિઝાઈન કરાવી શકો છો,

જેમાં મરમેડ સ્ટાઈલ સ્કર્ટ જોવા મળે છે. સામાન્ય રીતે આલિયાનો આ લુક ખૂબ જ ગોર્જિયસ લાગી રહ્યો હતો, પરંતુ તેની બ્યૂટી વધારવા માટે તેણે મિનિમલ ટચઅપ કર્યો હતો. લાઈટ ફાઉન્ડેશન, શાર્પ કૉન્ટોર, લાઈટ પિક્ન લિપ શેડ, રાજી ચિક્સની સાથે વાળને સ્લિક લૉ બનમાં સ્ટાઈલ કરવામાં આવ્યા હતા. જ્યારે કાનમાં તેણે હાર્ટશેપની બ્લેક શિમરી ઈયરિંગ્સ પહેરી હતી. જોકે, આ એવોર્ડ શૉમાં આલિયાથી પણ વધારે જેને સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું તે હતાં પીઢ અભિનેત્રી રેખા. તેમના લુકની વાત કરીએ તો, તેઓ ક્રિમ રંગની સિલ્કની સાડી પહેરીને અહીં આવ્યાં હતાં.

આ સાડીની બોર્ડર પર મેચિંગ ગોટ પડ્ડી એડ કરવામાં આવી હતી, જેની સાથે તેનું મેચિંગ બ્લાઉઝ તેને મોનોટોનસ લુક આપી રહ્યું હતું. સાથે જ રેખાએ હંમેશાની જેમ આ વખતે પણ પોતાના વાળમાં ગજરો લગાવ્યો હતો. સાથે જ જ્વેલરીથી પોતાનો આખો લુક કમ્પલીટ કર્યો હતો. હેવી મેકઅપ, માગમાં સિંદૂર, બોલ્ડ રેડ લિપ શેડ અને પોટલી બેગ રેખાને સ્ટનિંગ લુક આપી રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.