આલિયા ભટ્ટના નાના નરેન્દ્ર રાઝદાનની તબિયત નાજુક

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો પરિવાર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આલિયા ભટ્ટના નાના અને સોની રાઝદાનના પિતા નરેન્દ્ર રાઝદાનની તબિયત નાજુક છે. નરેન્દ્ર રાઝદાન લાંબા સમયથી બીમાર હતા. ગત વર્ષે આલિયા-રણબીરના લગ્ન થયા એ વખતે પણ તેમની તબિયત નરમગરમ હતી. હાલ તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આખો પરિવાર તેમના સાજા થવાની કામના કરી રહ્યો છે.

આલિયા ભટ્ટનના નાના અને સોની રાઝદાનના પિતા નરેન્દ્ર રાઝદાન છેલ્લા થોડા વખતથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. તેમને ફેફસામાં ઈન્ફેક્શન હતું જે હવે વધી ગયું છે. આજે સવારે પરિવારને હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે તબીબો નરેન્દ્ર રાઝદાનના આઈસીયુમાં શિફ્ટ કરવા માગે છે. જોકે, પરિવારે નિર્ણય કર્યો કે, તેમને આઈસીયુમાં શિફ્ટ કરવાને બદલે બધી જ સગવડ તેમના રૂમમાં ઊભી કરવામાં આવે. નરેન્દ્ર રાઝદાનની વય ૯૫ વર્ષ છે. આલિયા ભટ્ટ એક અવોર્ડ ફંક્શનમાં જવા માટે નીકળી હતી પરંતુ નાનાની ખરાબ તબિયત વિશે જાણીને તે એરપોર્ટથી જ પાછી વળી ગઈ હતી. નાનાને આ નાજુક સ્થિતિમાં મૂકીને તે અવોર્ડ શોમાં ભાગ લેવા નહોતી માગતી.*

લગભગ બે વર્ષ પહેલા જ આલિયા ભટ્ટ અને તેના પરિવારે નરેન્દ્ર રાઝદાનનો બર્થ ડે ધામધૂમથી ઉજવ્યો હતો. આ સેલિબ્રેશનમાં આલિયાના પરિવાર ઉપરાંત રણબીર કપૂર, નીતૂ કપૂર અને રિદ્ધિમા કપૂર પણ હાજર રહ્યા હતા. આલિયા કેટલીયવાર કહી ચૂકી છે કે તે ખૂબ જ નાના પરિવારમાં ઉછરી છે. તેની દુનિયામાં મમ્મી-પપ્પા, બહેન અને તેના નાના-નાની હતા.

વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ હવે રણવીર સિંહ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં જોવા મળશે. આ સિવાય તે ફરહાન અખ્તરના ડાયરેક્શનમાં બનનારી ફિલ્મ ‘જી લે ઝરા’માં કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા સાથે દેખાશે. ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ થકી આલિયા ભટ્ટ હોલિવુડમાં ડેબ્યૂ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.