ડિલિવરી બાદ આલિયા ભટ્ટ બેસ્ટ ફિલ્મો આપશે : કરીના

ફિલ્મી દુનિયા

મુંબઈ, આલિયા ભટ્ટ જે હાલ બોલિવુડમાં તેના કરિયરના પીક પર છે, તે આ વર્ષે જ મમ્મી બનવાની છે. લગ્ન થયાના તરત બાદ જ બાળક લાવવાના તેના ર્નિણયને કેટલાક લોકોએ વખોડ્યો હતો, તો તેને તેના ચાહકો તરફથી સતત પ્રશંસા અને સમર્થન પણ મળી રહ્યું છે. આલિયાના ર્નિણયના વખાણ કરનારા લોકોના લિસ્ટમાં વધુ એક નામ જાેડાયું છે તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ કરીના કપૂર ખાન છે, જે રણબીર કપૂરના કાકાની દીકરી છે અને સંબંધમાં નણંદ થાય છે.

બેબોના જણાવ્યા પ્રમાણે, તે આલિયાનો બહાદુરીભર્યો અને કૂલ ર્નિણય છે. તે તેના ફિલ્મનું પ્રમોશન કરી રહી છે અને ગજબની ગોર્જિયસ લાગી રહી છે. કરીનાએ તેમ પણ કહ્યું હતું કે, આજના સમયમાં આલિયા ઈન્ડસ્ટ્રીની મોટી સ્ટાર છે અને તે એટલા માટે નથી કહી રહી કારણ કે હવે તે પરિવારનો ભાગ છે. આલિયા સ્પેક્ટેક્યુલર એક્ટર છે, તેમ કરીનાએ એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું હતું.

કરીના કપૂરે વધુમાં કહ્યું હતું કે, ડિલિવરી બાદ આલિયા બેસ્ટ ફિલ્મો કરશે. આલિયા હાલ ખૂબ જ સુંદર લાગણીનો અનુભવ કરી રહી છે, જે છે હું જેને પ્રેમ કરું છું તે વ્યક્તિનું બાળક ઈચ્છું છું. તે જીવનમાં સારી બાબતોનો અનુભવ કરવામાં માગે છે અને આ માટે કરીનાને તેના પ્રત્યે વધારે પ્રેમ છે.

આલિયા ભટ્ટ છેલ્લા ઘણા સમયથી તેની ફિલ્મ ડાર્લિંગ્સના પ્રમોશનમાં વ્યસ્ત હતી, જે તેની પ્રોડ્યૂસર તરીકેની ડેબ્યૂ ફિલ્મ છે. ડાર્લિંગ્સ ઓટીટી પ્લેટફોર્મ પર ૫ ઓગસ્ટ રિલીઝ થઈ ગઈ છે અને તેમાં શેફાલી શાહ તેમજ વિજય વર્મા પણ લીડ રોલમાં છે.
બીજી તરફ, કરીના કપૂરની વાત કરીએ તો તે આમિર ખાન સાથે અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની રાહ જાેઈ રહી છે, જે ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મ હોલિવુડની ૧૯૯૪માં આવેલી ફોરેસ્ટ ગમ્પની હિંદી રિમેક છે.

આ સિવાય કરીના પાસે સુજાેય ઘોષની ફિલ્મ ડીવોશન ઓફ સસ્પેક્ટ ઠમાં દેખાવાની છે, આ થકી તે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. ફિલ્મમાં તે વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે સ્ક્રીન શેર કરશે. તે એકતા કપૂર અને હંસલ મહેતા સાથે પણ અપકમિંગ પ્રોજેક્ટમાં કામ કરી રહી છે, જેમાં તે પ્રોડ્યૂસ કરવાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.