અલી ફઝલ અને રિચા ચઢ્ઢા સપ્ટેમ્બરમાં લગ્ન કરી શકે

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવુડ કપલ રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નની ચર્ચા ખાસ્સા સમયથી થઈ રહી છે. રિયા અને અલીની મુલાકાત ૨૦૧૨માં ફિલ્મ ફુકરેના સેટ પર થઈ હતી અને ત્યાં જ પ્રેમ પાંગર્યો હતો. સાત વર્ષ સુધી ડેટ કર્યા બાદ અલી ફઝલે રિચાને ૨૦૧૯માં પ્રપોઝ કરી હતી. રિચા અને અલી ૨૦૨૦માં લગ્ન કરવાના હતા. જાેકે, હવે માહિતી સામે આવી રિચા અને અલી આ વર્ષે સપ્ટેમ્બરના અંતે પરણવાના છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, અલી અને રિચા બે રિવાજાે પ્રમાણે લગ્ન કરશે. એક સેરેમની મુંબઈમાં યોજાશે જ્યારે બીજી દિલ્હીમાં યોજાશે.

થોડા દિવસ પહેલા જ રિચાને એક ઈન્ટરવ્યૂમાં અલી સાથે લગ્ન અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. ત્યારે એક્ટ્રેસે કહ્યું હતું, “જ્યારે પણ અમે લગ્ન વિશે વિચારીએ છીએ ત્યારે કોરોનાનો નવો વેરિયંટ આવી જાય છે. ૨૦૨૦માં અમે લગ્નસ્થળ બુક કરાવી દીધા હતા પરંતુ પહેલી લહેર આવી હતી અને જે બાદ લોકડાઉન અને નિયંત્રણો લાદી દેવાયા હતા. ગત વર્ષે ફરીથી ફેબ્રુઆરી દરમિયાન અમે લગ્નનું વિચાર્યું અને ખાતરી હતી કે કરી જ લઈશું. પરંતુ કોરોનાની બીજી લહેર આવી અને ભારતને મહામારીનો સૌથી ખરાબ સમય બતાવ્યો.”

અલી અને રિચા એકટ્રેસના ઘરે ચેપ્લિન જાેઈ રહ્યા હતા ત્યારે રિચાએ પોતાનો પ્રેમ કબૂલ્યો હતો. જે બાદ અલીએ રિચાને ‘આઈ લવ યુ’ કહેવામાં ત્રણ મહિના લગાવ્યા હતા. પાંચ વર્ષ સુધી અલી અને રિચાએ પોતાના સંબંધને છુપાવીને રાખ્યો હતો. જાેકે, વેનિસમાં ‘વિક્ટોરિયા એન્ડ અબ્દુલ’ના પ્રીમિયર દરમિયાન કપલ હાથમાં હાથ નાખીને પહોંચ્યું હતું અને પોતાનો સંબંધ જાહેરમાં કબૂલ્યો હતો. માલદીવ્સમાં અલી અને રિચા વેકેશન ગાળી રહ્યા હતા ત્યારે એક્ટરે તેને પ્રપોઝ કરી હતી.

અલીએ ડિનર પ્લાન કર્યું હતું અને એ દરમિયાન ઘૂંટણિયે બેસીને રિચાને લગ્ન માટે પ્રપોઝ કરી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, અલી છેલ્લે ફિલ્મ ડેથ ઓન ધ નીલમાં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં ગેલ ગડોટ, ટોમ બેટમેન સહિતના કલાકારો હતા. આ ફિલ્મ ફેબ્રુઆરી ૨૦૨૨માં રિલીઝ થઈ હતી. બીજી તરફ રિચાની વાત કરીએ તો, તે ‘ફુકરે ૩’માં ભોલી પંજાબણના રોલમાં જ જાેવા મળશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.