એકબીજાના થયા અલાના પાંડે અને આઈવર મેક્રે

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડ એક્ટર ચંકી પાંડેના નાના ભાઈ ચિક્કી પાંડે અને ડેની પાંડેની દીકરી અલાના પાંડેના લગ્ન થયા છે. તેણે બોયફ્રેન્ડ અને અમેરિકન ફિલ્મ નિર્માતા આઇવર મેક્રી સાથે લગ્ન કર્યા છે. બંનેએ ૧૬ માર્ચ, ૨૦૨૩ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા છે. આ લગ્નની પહેલી તસવીર અને વીડિયો પણ સામે આવ્યો છે. અલાનાએ તેના બોયફ્રેન્ડ આઇવર મેક્રે સાથે લગ્ન કર્યા છે. અલાના પાંડેએ ગયા વર્ષે બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી હતી. પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ લગ્નમાં બોલિવૂડના જગ્ગુ દાદા, ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, મહિમા ચૌધરી, એલી અવરામ, અનન્યા પાંડે, ચંકી પાંડે, ભાવના પાંડેથી લઈને સલમાન ખાનની ભત્રીજી અલીઝેહ અને બહેન અલવીરા અગ્નિહોત્રી પહોંચ્યા હતા. આઇવર જે વ્યવસાયે અમેરિકન ફિલ્મ દિગ્દર્શક અને ફોટોગ્રાફર છે.

તેનો જન્મ ૨૬ નવેમ્બરે થયો હતો અને તે યુએસનો રહેવાસી છે. તેણે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી અને એરોનોટિકલ મેનેજમેન્ટ ટેક્નોલોજીમાં અભ્યાસ કર્યો. આઇવર મેક્રેની લિંક્ડઇન પ્રોફાઇલ દર્શાવે છે કે તેણે તેની કારકિર્દી સહાયક ટૂર મેનેજર તરીકે શરૂ કરી અને પછી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીમાં કારકિર્દી બનાવી. આજે તે પ્રોડક્શન કંપની કિલ શૉટ મોશન પિક્ચર્સનો સીઈઓ છે. તારીખ ૧૪ માર્ચે એક્ટર સોહેલ ખાનના ઘરે બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો જામ્યો હતો. મોટી અને પ્રખ્યાત હસ્તીઓએ તેના ઘરે હાજરી આપી હતી કારણકે ત્યાં અલાના પાંડેની મહેંદી સેરેમની થઈ રહી હતી.

ચિક્કી પાંડે અને ડેની પાંડેની દીકરી અલાના પાંડેના લગ્ન પહેલાંની વિધિ અભિનેતા સોહેલ ખાનના ઘરે રાખવામાં આવી હતી. અલાના પાંડે તથા અનન્યા પાંડે કઝિન સિસ્ટર છે. અનન્યા કઝિનની પ્રી વેડિંગ ફંક્શનમાં સામેલ થઈ હતી. આ દરમિયાન એક યુવતી સિગારેટ પીતી જોવા મળી હતી. આ તસવીર જોઈને સોશિયલ મીડિયા યુઝર્સને લાગ્યું કે તે અનન્યા પાંડે છે. યુઝર્સે તે યુવતીની હેલ્થ અંગે ચિંતા વ્યક્ત કરીને ટ્રોલ કરી હતી.

અનન્યા પાંડે તથા આદિત્ય રોય કપૂર વચ્ચે અફેર હોવાની વાત જોરશોરથી ચર્ચાઈ રહી છે. હવે બંનેએ લેકમે ફેશન વીકના ગ્રાન્ડ ફિનાલેમાં સાથે રેમ્પ વૉક કર્યું હતું. અનન્યા-આદિત્ય હાલમાં જ સિદ્ધાર્થ તથા કિઆરાના રિસેપ્શનમાં સાથે આવ્યા હતા. આ ઉપરાંત આદિત્ય રોય કપૂર સ્ટારર ‘ધ નાઇટ મેનેજર’ના પ્રીમિયરમાં પણ અનન્યા ખાસ હાજર રહી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો અનન્યા ‘ડ્રીમ ગર્લ ૨’માં આયુષ્માન ખુરાના સાથે જોવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.