અક્ષય સ્ટારર બચ્ચન પાંડે આગળના વર્ષે ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રીલિઝ થશે

ફિલ્મી દુનિયા

મુંબઈ,
બોલિવૂડ સુપર સ્ટાર અક્ષય કુમારે આ અઠવાડિયાના અંતે ફેન્સને ખુબ સરસ ખુશખબરી આપી છે. કેટલાક સમય પહેલાં જ સોશિયલ મીડિયા પર પોતાની આવનારી ફિલ્મ બચ્ચન પાંડેની રીલિઝ ડેટનું એલાન કર્યું છે અને ફેન્સને સરપ્રાઈઝ આપી છે. પરંતુ આ વખતે તારીખ કરતાં વધારે અક્ષયના લૂકની ચર્ચા કરવામાં આી રહી છે.
અક્ષય કુમાર સ્ટારર બચ્ચન પાંડે આગળના વર્ષે ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રીલિઝ થશે. અક્ષયે ઈન્સ્ટા પર આ પોસ્ટ કરીને તારીખની પુષ્ટિ કરી છે. તેણે ફિલ્મનો એક ખતરનાક લૂક શેર કર્યો છે અને પોસ્ટ કરી છે. આ પોસ્ટ હાલમાં ખુબ જ વાયરલ થઈ રહી છે અને ૧૭ લાખ કરતાં પણ વધારે લાઈક્સ મળી ચૂકી છે. આ તસવીરમાં અક્ષય કુમાર દાઢી, ચંકી ચેન અને નકલી આંખો સાથે એક અલગ જ કેરેક્ટરમાં જાેવા મળી રહ્યો છે. તેણે આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે એનો એક જ લૂક કાફી છે, બચ્ચન પાંડે ૨૬ જાન્યુઆરી ૨૦૨૨એ રિલીઝ થશે. કૃતિ સેનન અને જેક્લીન સાથે અક્ષયે જેસલમેરમાં બુધવારે આ ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું બહતું. માર્ચ સુધી શુટિંગ શરૂ જ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.