ભારતીય બિઝનેસમેનના પ્રેમમાં પડી અક્ષય કુમારની એક્ટ્રેસ ક્લાઉડિયા સિએસલા

ફિલ્મી દુનિયા

મુંબઈ, પોલિશ મોડલ અને બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટન્ટ ક્લાઉડિયા સિએસલાને પોતાના સપનાનો રાજકુમાર મળી ગયો છે. ૩૫ વર્ષીય ક્લાઉડિયાએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે, તે ભારતીય આંત્રપ્રેન્યોર, ઈન્વેસ્ટર અર્જુન ગોયલને ડેટ કરી રહી છે. ક્લાઉડિયાના કહેવા અનુસાર ૩૯ વર્ષીય અર્જુન ગોયલ સાથે તે છેલ્લા દોઢ વર્ષથી રિલેશનશીપમાં છે અને ખૂબ ખુશ છે. ક્લાઉડિયાનું કહેવું છે કે, તે પોતાના સંબંધ વિશે વિશ્લેષણ કરે અને વિચારે ત્યારે તેને અહેસાસ થાય છે કે, અર્જુન સાથે મુલાકાત તેની કિસ્મતમાં લખાયેલી હતી. અહેવાલ પ્રમાણે, ક્લાઉડિયા અને અર્જુનના કેટલાય કોમન મિત્રો છે અને તેમના થકી જ મુલાકાત થઈ હતી.

*મારા અને અર્જુન વચ્ચે શરૂઆતથી જ બધું એકદમ નેચરલ હતું. અમારે મુલાકાત જાણે નક્કી જ હતી. અમે કયારેય અમારા સંબંધમાં વધુ પ્રયત્નો નથી કર્યા. અમે એકબીજા જેવા જ છીએ અને અમારી જિંદગીને પ્રેમ કરીએ છીએ. અમને બંનેને ટ્રાવેલિંગ ગમે છે અને અમારું ભાવતું ભોજન પણ સમાન છે. અમે બંને વેજિટેરિયન છીએ અને સ્વસ્થ જીવનશૈલી જીવીએ છીએ. અમે સોલમેટ્સ છીએ*, તેમ ક્લાઉડિયાએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું. કયા કૂલ હૈ હમ ૩’ની એક્ટ્રેસ ક્લાઉડિયા છેલ્લા દશકાથી આ ઈન્ડસ્ટ્રીમાં છે. તેનું નામ કેટલાય એક્ટરો સાથે જોડાયું છે પરંતુ તેણે અર્જુન ગોયલ સિવાય અન્ય કોઈ સાથેની રિલેશનશીપ અંગે કદી વાત નથી.

*અગાઉ જે પણ આવ્યું એ બધી અફવાઓ હતી અને કયાંથી શરૂ થઈ હતી મને ખબર નથી. એટલે જ તેમના વિશે વાત કરવાનો કોઈ અર્થ નહોતો. આ મારી પહેલી અર્થસભર રિલેશનશીપ છે અને હું તેમાં વિશ્વાસ ધરાવું છું. હું મારું ભવિષ્ય અર્જુન સાથે જોઉં છું. ક્લાઉડિયાનું નામ તેના પહેલા રિયાલિટી શો ‘બિગ બોસ’ના હોસ્ટ સલમાન ખાન સાથે જોડાયું હતું. તો શું આ પણ અફવા જ હતી? આ સવાલ પૂછાતાં ક્લાઉડિયાએ કહ્યું કે, *હા, એ ખબરમાં કોઈ તથ્ય નહોતું.* ક્લાઉડિયા હાલ તો અર્જુનને લઈને ગંભીર છે અને તેની સાથે પોતાનું ભવિષ્ય જુએ છે. જોકે, લગ્ન માટે હજી વાર છે તેમ તેનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની ફિલ્મ ‘ખેલાડી ૭૮૬’ ઉપરાંત ‘દેસી કટ્ટે’ અને ‘કર્મા’ જેવી ફિલ્મોમાં પણ તે જોવા મળી ચૂકી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.