આકાંક્ષા-જેડ કંટેસ્ટન્ટ્સની સામે જ કરવા લાગ્યા કિસ
મુંબઈ, બિગ બોસ OTT 2ની સફર હવે રોમાન્ચક થવા લાગી છે. શોના કંટેસ્ટન્ટસ પોતાના નિવેદનો અને ચોંકાવનારા ખુલાસાઓના કારણે સતત ચર્ચામાં છે. પરંતુ હવે બિગ બોસ OTT 2માં કંઇક એવું થયું છે જેને જોઇને દર્શકોની સાથે સાથે ઘરના કંટેસ્ટન્ટ્સ પણ ચોંકી ઉઠ્યા છે. બિગ બોસ OTT 2માં, જેડ હદીદ અને આકાંક્ષા પુરી વચ્ચે શરૂઆતથી જ નિકટતા વધતી જોવા મળી હતી. હવે આ બંને સ્ટાર્સ અન્ય કંટેસ્ટન્ટ અને કેમેરા સામે ખુલ્લેઆમ એકબીજાને કિસ કરતા જોવા મળ્યા છે.
બિગ બોસ ઓટીટી ૨ ના લાઇવ સ્ટ્રીમિંગમાંથી આ વીડિયો આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ટીવી સિરિયલ સ્ટાર આકાંક્ષા પુરી તાજેતરમાં જ બિગ બોસ OTT 2 માં એક ટાસ્ક દરમિયાન જેડ હદીદ સાથે ક્લોઝ થઇ હતી. જે બાદ બંને સ્ટાર્સ ખુલ્લેઆમ એકબીજા સાથે સ્મૂચ કરવા લાગ્યા. આ દરમિયાન ઘરના તમામ કંટેસ્ટ્ન્સ્ટ ગાર્ડન એરિયામાં જ ભેગા થયા હતા. જ્યાં આકાંક્ષા પુરી અને જેડ હદીદે લગભગ ૩૦ સેકન્ડ સુધી એકબીજાને સ્મૂચ કર્યુ હતું. આ ઘટનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થયો હતો. આકાંક્ષા પુરી અને જેડ હદીદના આ વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
આ વીડિયો જોયા બાદ લોકો ધડાધડ કમેન્ટ કરી રહ્યા છે. જો કે, ઘણા લોકોને આ હરકત બિલકુલ પસંદ ન આવી અને લોકોએ જેડ હદીદ અને આકાંક્ષા પુરીની આકરી ટીકા કરી. આ વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘સલમાન ખાને કહ્યું હતું કે તેના OTTમાં દરેક લિમિટમાં હશે. પરંતુ આ તો. હવે જોવાનું એ રહેશે કે સલમાન ખાન આ અંગે શું કમેન્ટ કરે છે. તો એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘સલમાન ખાન આને કલ્ચરલ શો બનાવવા ગયો હતો.
જેઓ નથી જાણતા તેમને જણાવી દઈએ કે ટીવી સીરિયલ એક્ટ્રેસ આકાંક્ષા પુરી એક્સ બિગ બોસ કંટેસ્ટન્ટ પારસ છાબરાની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. આ શો દરમિયાન જ બંનેનું ખરાબ બ્રેકઅપ થયું હતું. જેના વિશે આકાંક્ષા પુરીએ હાલમાં જ જેડ હદીદ સાથે ખુલીને વાત કરી હતી.