અજયની મેદાન અને સાઉથની છત્રપતિનું ટીઝર રિલીઝ થયું

ફિલ્મી દુનિયા

મુંબઈ, અજય દેવગણની અપકમિંગ ફિલ્મ મેદાનનું ટીઝર આવી ગયું છે. આ સ્પોર્ટ્સ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. આઝાદીના પાંચમા વર્ષે દેશ બીજી વખત ઓલિમ્પિકમાં ફૂટબોલની રમતમાં ક્વોલિફાય થયો હતો. ભારતીય ખેલાડીઓ માટે એક પડકાર હતો, તેમ છતાં તેમણે દેશને ગૌરવ અપાવ્યું હતું. આ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા મૂવી કોરોના વાયરસને કારણે રિલીઝ માટે અટકી હતી. મે ૨૦૨૨થી તેને રિલીઝ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો,

પરંતુ આખરે તે હવે ૨૩ જૂન ૨૦૨૩ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. દિગ્ગજ ફિલ્મમેકર મણિરત્નમની ફિલ્મ Ponniyin Selvan 2ના ટ્રેલરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઐશ્વર્યા રાય અને વિક્રમ સ્ટારર ફિલ્મPonniyin Selvan 2ના ટ્રેલરના ચાહકો વખાણ કરી રહ્યા છે. રાજકુમારી નંદિની તરીકે ઐશ્વર્યાPonniyin Selvan 2માં ચોલા સામ્રાજ્યનો અંત લાવવાની પોતાની પ્રતિજ્ઞા પૂરી કરતી જોવા મળશે. આ વખતે સિંહાસન માટે જોરદાર યુદ્ધ થવા જઈ રહ્યું છે.Ponniyin Selvan 2ના ટ્રેલરના અંતમાં એક સીન છે જ્યાં રાજકુમારી નંદિની એટલે કે ઐશ્વર્યા રાય અને આદિત્ય એટલે કે વિક્રમ સામસામે આવે છે.

તે દ્રશ્યમાં ઐશ્વર્યા વિક્રમ પર તલવાર લઈને ઊભી છે. આ દ્રશ્યે ચાહકોનું દિલ જીતી લીધું છે. Ponniyin Selvan 2ફિલ્મ તારીખ ૨૮ એપ્રિલે થિયેટર્સમાં રિલીઝ થશે. જે તમિલ અને તેલુગુ સિવાય હિન્દીમાં પણ રિલીઝ કરાશે. અહીં નોંધનીય છે કે Ponniyin Selvan 1ગત વર્ષે ૨૦૨૨માં રિલીઝ થઈ હતી. દક્ષિણ ભારતીય ફિલ્મોના વધુ એક યુવા અભિનેતાએ હિન્દી સિનેમામાં પગ મૂકયો છે. એક્ટર બેલ્લમકોંડા સાઈ શ્રીનિવાસની ડેબ્યૂ ફિલ્મ ‘છત્રપતિ’નું ટીઝર રામ નવમીના દિવસે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મની ટીમને એસએસ રાજામૌલીની તેલુગુ ફિલ્મ ‘છત્રપતિ’ની આ હિન્દી રિમેકથી ઘણી આશાઓ છે. ઓરિજિનલ ફિલ્મ ‘છત્રપતિ’માં પ્રભાસે લીડ રોલ કર્યો હતો. ફિલ્મ ‘છત્રપતિ’ના નિર્દેશનની જવાબદારી વીવી વિનાયકને સોંપવામાં આવીછે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.