અજયે અમુક કલાકારોને કર્યા યાદ, પ્રાચીએ ભૂલાયેલા કલાકારોને કરાવ્યા યાદ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
રોહિત શેટ્ટીની બહુચર્ચિત કોમેડી ફિલ્મ બોલ બચ્ચને આઠ વર્ષ પૂરા કર્યા છે. સોમવારે ફિલ્મના મુખ્ય કલાકાર અજય દેવગને એક ટ્‌વીટ કરી સાથી કલાકારોને યાદ કર્યા હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકાર હતા તે સૌને યાદ કરી અજયે સૌને ટેગ કર્યા પણ ફિલ્મમાં કામ કરતી સહ અભિનેત્રી પ્રાચી દેસાઈનો ક્્યાંય ઉલ્લેખ ન કર્યો. બસ પછી તો કહેવુ જ શું અભિનેત્રી બરાબરની ભડકી અને અજયને યાદ કરાવ્યુ કે હું પણ ફિલ્મમાં કામ કરતી હતી. અજય દેવગણે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને રોહિત શેટ્ટીના ફોટા શેર કર્યા હતા.
જ્યારે બચ્ચન બોલે છે આપ સૌ સાંભળો છો બોલ બચ્ચનની આઠ વર્ષની ખુશીમાં. અજયે આ ટ્‌વીટ કરી અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને ટેગ કર્યા. આ ટ્‌વીટ જાઈને પ્રાચી દેસાઇએ ફિલ્મમાં કામ કરતા બીજા કલાકારોની યાદ અપાવી. પ્રાચીએ ટ્‌વીટ કરી કે અજય દેવગણ, એવુ લાગે છે કે તમે બીજા કલાકારો અસિન, પ્રાચી, કૃષ્ણા, અર્ચના પુરણ સિંહ, અસરાની જી, નીરજ બોહરા અને જીતુ વર્માને ભૂલી ગયા લાગો છો. પ્રાચીએ લખ્યુ કે આપણે સૌએ સાથે મળી કામ કર્યુ. પ્રાચીના આ ટ્‌વીટ બાદ તેની ભરપેટ પ્રશંસા થઈ રહી છે.
અજયની આ ટ્‌વીટ બાદ ખુબજ ટીકા થઈ રહી છે. કેટલાક લોકોએ કે અજયે આવુ ન કરવુ જાઇએ. પ્રાચીના આ ટ્‌વીટનો અજયે કોઈ પ્રત્યુતર આપ્યો નહી અને ચુપ રહેવામાં જ ભલાઇ સમજી. પ્રાચીએ તેની કરીયરની શરૂઆત કસમસે સીરીયલથી કરી હતી. ત્યારબાદ તેણે રોક ઓન, લાઈફ પાર્ટનર, વંસ અપોન અ ટાઇમ અને મુંબઈ તેમજ આઇ મી ઓર મૈં જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. પ્રાચી ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.