અજય દેવઘન ‘ઇન ટુ ધ વાઇલ્ડ વિધ બેર ગ્રીલ્સના શોમાં જોવા મળશે

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 24

સર્વાઇવલ સ્કિલ શો ઇન ટુ ધ વાઇલ્ડ વિધ બેર ગ્રીલ્સમા અજય દેવગણ જોવા મળવાનો છે. આ રોમાંચક સફરનો હિસ્સો બન્યા બદલ અજયે ખુશી વ્યક્ત કરી હતી. ડિસ્કવરી ચેનલ પરથી પ્રસારિત થતો આ શોના આવનારા એપિસોડ માટે બોલીવુડ અભિનેતા અજય દેવગણની પસંદગી કરવામાં આવી છે. જેમા બોલીવૂડના બે યોદ્ધા તેમની સાથે ઇન ટુ ધ વાઇલ્ડમાં જોવા મળવાના છે. જેમાં અજય દેવગણનું નામ સામેલ છે. પરંતુ બીજા એકટર વિશે સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેવામા અજય દેવગણ આ શોના શૂટિંગ માટે માલદિવ જવા રવાના થઇ ગયા છે. આ શોમાં અત્યારસુધીમાં અક્ષયકુમાર અને રજનીકાન્ત જોવા મળ્યા છે. એટલું જ નહીં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શોમાં જોવા મળ્યા છે. તેઓ એક ખાસ એપિસોડમાં જોવા મળ્યા હતા. આ એડવેન્ચર ટ્રીપ દરમિયાન વડાપ્રધાને બેયર સાથે પોતાની જિંદગીના થોડી ખાનગી વાતો પણ શેર કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.