
અજય દેવગણ વધુ એક રિમેકમાં કામ કરતા જોવા મળશે
અજય દેવગણની સિંઘમ તથા દૃશ્યમ સહિતની ફિલ્મો સાઉથની રિમેક હતી.ત્યારે આગામી ભોલા પણ સાઉથની રિમેક છે.આમ અજયને હિંદીની ઓરિજિનલ સ્ટોરીઓ પર ભરોસો જ ન રહ્યો હોય તેમ તેણે વધુ એક તમિલ રિમેકમાં કામ કરવાનું નક્કી કર્યું છે.અયોથી નામની તમિલ ફિલ્મને રીલિઝ થયાને હજી બે અઠવાડિયા થયા છે અને બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી રહી છે.ત્યારે હિંદી રિમેકમાં અયેથીમાં અજય દેવગણ કામ કરશે જ્યારે આ ફિલ્મની તેલુગુ રીમેકમાં વ્યકટેશ દગ્ગુબાતી મુખ્ય રોલ કરવાનો છે.ત્યારે આ બન્ને ફિલ્મનું શૂટિંગ આગામી જુન મહિનામાં શરૂ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.