અજય દેવગણ અને તબુની ફિલ્મ ભોલાનું ટીઝર રિલીઝ

ફિલ્મી દુનિયા

મુંબઈ, ગત વર્ષે આવેલી અજય દેવગણ અને તબુની ફિલ્મ દ્રશ્યમ ૨ સુપરહિટ સાબિત થયા બાદ બંનેની અપકમિંગ ફિલ્મ ભોલાની રાહ જોવાઈ રહી છે. તમિલ બ્લોકબસ્ટર ફિલ્મ ‘કૈથી’ની હિંદી રિમેક ‘ભોલા’નું બીજું ટીઝર સામે આવ્યું છે, જેને બંનેના ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મના ટીઝરમાં અજય દેવગણ અત્યારસુધીમાં સૌથી ખતરનાક સીન કરતો જોવા મળ્યો. દોઢ મિનિટનું આ ટીઝર જોઈને તમારા રૂંવાડા પણ ઊભા થઈ જશે. ઈન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કરતાં એક્ટરે લખ્યું છે ‘જબ એક ચટ્ટાન, સો શૈતાન સે ટકરાયેગા’. આ ફિલ્મ એક્શન અને ડ્રામાથી ભરપૂર હશે તેમ લાગી રહ્યું છે.

‘ભોલા’માં અજય એક કેદીના રોલમાં જ્યારે તબ્બૂ પોલીસ અધિકારીના પાત્રમાં દેખાશે. ફિલ્મ ભોલાના બીજા ટીઝરની શરૂઆત અજય દેવગણથી થાય છે. જેમાં તે ફુલ એક્શનમાં જોવા મળે છે. બાદમાં એન્ટ્રી થાય છે તબ્બૂની, જેને કેટલાક લોકો વાળ ખેંચીને ઢસેડી રહ્યા છે. આ સમયે તે કહે છે ‘લોકો ઘણીવાર ભૂલી થાય છે કે આ વર્દીની પાછળ એક વ્યક્તિ પણ છે’. ફિલ્મની કહાણી ડ્રગ માફિયાને લઈને બની છે. તમિલ ફિલ્મ ‘કૈથી’માં એક્ટર કાર્થી શિવકુમારે લીડ રોલ પ્લે કર્યો હતો. ભોલાના ટીઝર લોન્ચ વખતે અજય દેવગણે તેની અગાઉની ફિલ્મની જેમ આ ફિલ્મ પર હિટ જશે અને બોક્સઓફિસ પર સારું કલેક્શન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

તેણે કહ્યું હતું કે ‘જ્યારે દ્રશ્યમ ૨ હિટ ગઈ ત્યારે મેં કહ્યું હતું કે, બે-ત્રણ બોલિવુડ ફિલ્મો સારી કમાણી કરવી જોઈએ અને લોકોને થિયેટરમાં મૂવી જોવાની મજા આવવી જોઈએ. આપણે એક ઈન્ડસ્ટ્રીના લોકો છીએ અને જે રીતે પઠાણની ચર્ચા થઈ રહી છે તે માટે હું ખુશ છું. અજય દેવગણે ફિલ્મ ‘ભોલા’ માટે માત્ર એક્ટર જ નહીં પરંતુ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. અજય સાથે કામ કરવાનો અનુભવ વર્ણવતા તબ્બૂએ કહ્યું હતું કે ‘જ્યારે તે ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યો હોય ત્યારે કામ કરવાની મજા આપે છે.

તેને શું જોઈએ છે તે જાણે છે. તેની સાથે કામ કરવાની સૌથી સારી વાત એ છે કે, ટેકનિકલી તમે અભિપ્રાય આપી શકો છો. તે જાણે છે કે બિનજરૂરી શું છે, કોઈ પણ ફિલ્મમેકર માટે આ સૌથી મોટી ગુણવત્તા છે. તે કયારેય ઓવર શૂટ કરતો નથી’.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.