
મે મારપીટ કરી હોત તો ઐશ્વર્યા રાય બચી ન હોત
મુંબઈ, સલમાન ખાન તેની ફિલ્મો કરતાં તેની લવ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે છે. પોતાના ફિલ્મી કરિયરમાં સલમાનનું નામ ઘણી હિરોઈન સાથે જોડાયું હતું. ખાસ કરીને ઐશ્વર્યા રાય સાથેના તેના રિલેશન સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. ઐશ્વર્યા અને સલમાનની લવસ્ટોરીના કિસ્સા આજે પણ ફેમસ છે. સલમાન અને ઐશ્વર્યા ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. આ પછી બંનેની લવસ્ટોરી શરૂ થઈ.
જો કે આ લવ સ્ટોરીનો અંત ખૂબ જ દુઃખદ હતો. ઐશ્વર્યાએ સલમાન પર તેને હેરાન કરવાનો અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સલમાનથી અલગ થયા બાદ એશે તેના પર હિંસા અને મારપીટના ઘણા આરોપો લગાવ્યા હતા. એક એવોર્ડ ફંક્શનમાં ઐશ્વર્યાના ચહેરા પર મારપીટના નિશાન પણ જોવા મળ્યા હતા. ૨૦૦૨માં, ઐશ્વર્યાએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, *મેં તેના નશામાં ધૂત દુર્વયવહારને સૌથી ખરાબ રીતે સહન કર્યો અને બદલામાં મને શારીરિક, મૌખિક અને ભાવનાત્મક દુર્વ્યવહારનો સામનો કરવો પડયો. તેની બેવફાઈ અને અપમાનનો શિકાર બનવું પડયુ. આ કારણે મેં કોઈપણ અન્ય સ્વાભિમાની સ્ત્રીની જેમ અમારા સંબંધોનો અંત લાવ્યો. તે જ સમયે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,
જેમાં સલમાન ઐશ્વર્યાના આ આરોપોનો જવાબ આપતા જોવા મળી રહ્યો છે. ઐશ્વર્યાનું નામ લીધા વિના સલમાન કહે છે, *હવે મહિલાએ કહ્યું છે તો મારી પાસે કહેવા માટે શું છે *. અને જ્યારે રિપોર્ટરે સલમાનને પૂછયું કે શું તમે તેમાં પડવા નથી માંગતા, તો સલમાને કહ્યું, *જો હું કોઈને મારીશ, તો દેખીતી રીતે લડાઈ થશે. હું ગુસ્સે થઈશ. પછી તે સમયે ખૂબ જ જોરથી મારીશ. તે સમયની વાત કરીએ તો, મને નથી લાગતું કે જો મેં તેને માર્યુ હોત તો તે તેનાથી બચી હોત. સલમાને આગળ કહ્યું, ‘ના, આ સાચું નથી અને મને ખબર નથી કે આવું કયા કારણસર કહેવામાં આવ્યું હતું.’ સલમાનનો મતલબ હતો કે તેણે કોઈ મહિલા સાથે મારપીટ કરી નથી. જણાવી દઈએ કે સલમાન ખાન અને ઐશ્વર્યાનું બ્રેકઅપ ૨૦૦૨માં થયું હતું. ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતા.