અભિષેક કરતા ચાર ગણી વધુ કમાણી કરે છે ઐશ્વર્યા

ફિલ્મી દુનિયા

મુંબઈ, પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ ઐશ્વર્યા રાય બચ્ચન હિન્દી સિનેમાનું એક મોટું નામ છે. અભિનેત્રી ૧લી નવેમ્બરે તેનો ૪૯મો જન્મદિવસ ઉજવી રહી છે. ભલે ઐશ્વર્યા રાય બચ્ચન હવે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે. આમ છતાં આજે પણ તે બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રી છે. ય્ઊના એક રિપોર્ટ અનુસાર, ઐશ્વર્યા સૌથી અમીર અભિનેત્રી છે. ફિલ્મો સિવાય ઐશ્વર્યા તમામ બ્રાન્ડ્સની જાહેરાતો પણ કરે છે, જ્યાંથી તે ઘણી કમાણી કરે છે.

તે એન્ડોર્સમેન્ટ શૂટ માટે ૬-૭ કરોડ રૂપિયા લે છે. તે ફક્ત જાહેરાતોથી એક વર્ષમાં ઓછામાં ઓછા ૮૦ થી ૯૦ કરોડ રૂપિયા કમાય છે. એટલું જ નહીં અભિનેત્રી એક સારી રોકાણકાર પણ છે. ઐશ્વર્યાએ પ્રોપર્ટી અને સ્ટાર્ટ અપમાં પણ પૈસા રોકયા છે. મુંબઈ સિવાય ઐશ્વર્યાએ દુબઈના સેન્ચ્યુરી ફોલ્સમાં પણ એક વિલા ખરીદ્યો છે જેની કિંમત લગભગ ૧૫ કરોડ રૂપિયા છે.

ઐશ્વર્યાને મોંઘી કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે ૮ કરોડ રૂપિયાનીRolls Royce Ghostછે. આ સિવાય તેની પાસેAudi અનેLexusપણ છે જેની કિંમત કરોડોમાં છે. નોંધનીય છે કે ઐશ્વર્યા તેના પતિ અભિષેક બચ્ચન કરતા ચાર ગણી વધુ કમાણી કરે છે. અભિષેકની કુલ સંપત્તિ ૨૦૦ કરોડ રૂપિયા છે જ્યારે ઐશ્વર્યાની કુલ સંપત્તિ ૮૨૮ કરોડ રૂપિયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.