આગામી સમયમાં રવીનાની પુત્રી રાશા બોલીવૂડમાં ડેબ્યુ કરશે
રવીના ટંડનની 17 વર્ષની દીકરી રાશા બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.આમ રવીના અને અજય દેવગણે અનેક ફિલ્મો સાથે કરી છે.ત્યારે રવીનાની દીકરી અજય દેવગણના ભત્રીજા અમનની સાથે જોડી જમાવશે.અમનની પણ આ ડેબ્યૂ ફિલ્મ છે.રાશા અને અમનની આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક કપૂર કરવાનો છે.આ ફિલ્મનું દિગ્દર્શન પહેલાં અજય દેવગણ કરવાનો હતો પરંતુ હવે તે ફિલ્મમાં માત્ર એક એક્ટર તરીકે રહેશે.આ ફિલ્મના શિર્ષક અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.જે એક એડવેન્ચર ફિલ્મ હશે.રવીના ટંડને બોલીવૂડમા 1990ના દશકની બહેતરીન ફિલ્મોમાં કામ કર્યું છે આ સિવાય તેણે 2004માં અનિલ થંડાની સાથે લગ્ન કર્યા હતા.