આગામી સમયમાં શિવાલિકા ઓબેરોય અને અભિષેક પાઠક લગ્નગ્રંથિથી જોડાશે

ફિલ્મી દુનિયા

આગામી સમયમાં અભિનેત્રી શિવાલિકા ઓબેરોય અને દ્રશ્યમ 2ના ડાયરેક્ટર અભિષેક પાઠક ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાશે.જેઓ ગોવામાં આગામી 8-9 ફેબ્રુઆરીએ લગ્ન કરવાના છે.અભિષેક પાઠક અને શિવાલિકા ઘણા સમયથી એકબીજાને જાણે છે.બંનેની પ્રથમ મુલાકાત ખુદા હાફિઝ ફિલ્મના સેટ પર થઈ હતી.ત્યારથી બંને વચ્ચે નિકટતા વધી હતી.જેમાં લાંબો સમય ડેટ કર્યા બાદ શિવાલિકા અને અભિષેકે 24 જુલાઈ 2022એ સગાઈ કરી હતી.અભિષેક પાઠક બોલીવુડના દિગ્ગજ નિર્માતા કુમાર મંગત પાઠકના પુત્ર છે.શિવાલિકાએ પણ પોતાના કરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરી હતી.બાદમાં શિવાલિકા એક્ટિંગ તરફ આગળ વધી હતી.જે પ્રથમવાર 2019મા યે સાલી આશિકીમાં જોવા મળી અને બાદમાં તે ખુદા હાફિઝના બંને પાર્ટ્સમાં લીડ રોલમાં જોવા મળી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.