કિંગ ખાનના રિપ્લેસમેન્ટ બાદ ફરીથી પ્રિયંકા ચોપરા બનશે જંગલી બિલાડી

ફિલ્મી દુનિયા

મુંબઈ, ડોન ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ ડોન ૩ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ફ્રેન્ચાઈઝીમાં શાહરૂખ ખાનની જગ્યાએ રણવીર સિંહ ડોનની ભૂમિકામાં જોવા મળશે. હવે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની પણ એન્ટ્રી થઈ છે, જેણે ૨૦૦૬ અને ૨૦૧૧ની ફિલ્મોમાં જંગલી બિલાડી (રોમા ભગત)ની ભૂમિકા ભજવી હતી. પ્રિયંકા પહેલા, કિયારા અડવાણી અને ક્રિતી સેનનને કાસ્ટ કરવાના અહેવાલો હતા, જો કે અહેવાલોનું માનીએ તો, હવે ફરહાન અખ્તરે અસલી જંગલી બિલાડી પ્રિયંકાને સાઈન કરી છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પ્રિયંકાએ ફરહાનની ફિલ્મ જી લે ઝારા રિજેક્ટ કરી છે.

તાજેતરના અહેવાલ મુજબ, પ્રિયંકા ચોપરા ‘ડોન ૩’માં કામ કરવા માટે રાજી થઈ ગઈ છે. પ્રિયંકા થોડા સમય પહેલા ભારત આવી હતી, ત્યારે જ તેણે ફિલ્મ વિશે વાત કરી હતી. હવે તે ફરી એકવાર નવા ડોન રણવીર સિંહ સાથે જંગલી બિલાડીના રોલમાં જોવા મળશે.
પ્રિયંકા ચોપરાએ સૌપ્રથમ ૨૦૦૬માં આવેલી ફિલ્મ ડોનમાં રોમા ભગતની ભૂમિકા ભજવી હતી, જે તેના ભાઈ રમેશની હત્યાનો બદલો ડોન પાસેથી લે છે. આ પછી પ્રિયંકાએ ૨૦૧૧માં આવેલી ફિલ્મ ડોન ૨માં પણ રોમા ઉર્ફે જંગલી બિલાડીનો રોલ કર્યો હતો. એવા અહેવાલો હતા કે ડોન ૩ માં જંગલ બિલાડીની ભૂમિકા માટે કિયારા અડવાણી અને કૃતિ સેનનના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો, જો કે હવે નિર્માતાઓ મૂળ જંગલ બિલાડીને કાસ્ટ કરી રહ્યા છે.

પ્રિયંકા પહેલા, આ ભૂમિકા ઝીનત અમાને ૧૯૭૮ની ફિલ્મ ડોનમાં ભજવી હતી, જેમાં પ્રથમ ડોન અમિતાભ બચ્ચન હતા. અમિતાભ પછી શાહરૂખ અને હવે તેમની જગ્યાએ રણવીર સિંહ આ વારસાને આગળ વધારશે. ‘ડોન ૩’ પહેલા, ફરહાન અખ્તર જી લે ઝારા ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યો હતો,

જેના માટે તેણે કેટરિના કૈફ, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાને કાસ્ટ કર્યા હતા. જો કે, એક પછી એક ત્રણેય અભિનેત્રીઓ આ પ્રોજેક્ટમાંથી બહાર થઈ ગઈ. કેટરિના પછી જ્યારે પ્રિયંકા ચોપરાએ ફિલ્મ છોડી ત્યારે ફરહાન અખ્તરે નવી કાસ્ટિંગ સાથે ફિલ્મ બનાવવાને બદલે ડોન ૩ પર કામ કરવાનું શરૂ કર્યું. ઓગસ્ટમાં ડોન ૩ની જાહેરાત સાથે, ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના પ્રોડક્શન હાઉસ એક્સેલ પ્રોડક્શન્સે ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો હતો. ફિલ્મમાં રણવીર સિંહ ડોન ૩ના રોલમાં જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.