આગામી ફિલ્મ પ્રોજેક્ટ કેની રીલીઝ પાછી ઠેલાશે
બોલીવુડ ફિલ્મ પ્રોજેક્ટ કેમાં પ્રભાસ,દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યા છે.પરંતુ વર્તમાનમાં આ ફિલ્મનું શૂટિંગ અમિતાભની ઇજાના કારણે ખોરંભે ચડી ગયું છે.જેથી પ્રભાસ અને દીપિકા પાદુકોણ અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત થઇ ગયાં છે.તેને પગલે આ ફિલ્મ આગામી જાન્યુઆરી 2024માં નિર્ધારિત શિડયૂલ મુજબ રીલીઝ થવા અંગે શંકાઓ સર્જાઈ રહી છે.અમિતાભ બચ્ચન પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન 5 માર્ચના રોજ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમની પાંસળીઓમા માર વાગ્યો હતો.જેના પરિણામે અભિનેતા છેલ્લા બે મહિનાથી સારવાર લઇ રહ્યા છે.ત્યારે તેમની રિકવરી ધીમી હોવાશી સાજા થવામાં સમય લાગી રહ્યો છે.જેના પરિણામે તેમનો પ્રોજેક્ટ કે જે પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથેનો હતો તેનું શૂટિંગ લંબાઇ ગયું છે.આમ તેમની તબિયત નાતંદુરસ્ત હોવાથી ફિલ્મના દિગ્દરશ્ક નાગ અશ્વિન અને નિર્માતા વીવિજયન્થી મુવીઝ પણ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા ઉતાવળ કરવા તૈયાર નથી તેઓ અમિતાભના સંપૂર્ણ સાજા થવાની રાહ જોઇ રહ્યા છે.