
આગામી 20મી માર્ચે ફિલ્મ પોન્નિયિન સેલ્વન 2નું પ્રથમ ગીત રિલીઝ થશે
સાઉથ ફિલ્મના નિર્માતા મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલ્વન 1 એ ગયા વર્ષે રિલીઝ થતા ધૂમ મચાવી હતી.ત્યારે આ ફિલ્મ તમિલમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની ગઈ હતી.જે બાદથી ચાહકો ફિલ્મના બીજા પાર્ટની રાહ જોઈ રહ્યા છે.ત્યારે મેકર્સે ગયા વર્ષે જ પીએ 1ના બીજા પાર્ટનું એલાન કરી દીધુ હતુ.આ સિવાય મેકર્સ આગામી 20મી માર્ચે ફિલ્મના પ્રથમ ગીત આગા નાગાની રિલીઝ સાથે પોન્નિયિન સેલ્વન 2નું પ્રમોશન શરૂ કરશે.ફિલ્મનું આ ગીત એ.આર રહેમાન દ્વારા રચિત છે.જેને પાંચ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. ગીતનું ટાઈટલ હિન્દીમાં રૂઆ રૂઆ,મલયાલમમાં અકમલાર,તેલુગુમાં અગનાધે અને કન્નડમાં કિરૂનાગે છે.ગીતને શક્તિ શ્રી ગોપાલને તમિલ,તેલુગુ અને મલયાલમમાં ગાયુ છે.આ સિવાય ગીતનું જે પોસ્ટર જાહેર કરવામાં આવ્યુ છે તેના અનુસાર પોસ્ટરમાં સાઉથના બે અભિનેતાઓ તૃષા અને કાર્તિ જોવા મળી રહ્યા છે.જેમાં તૃષા હાથમાં તલવાર લઈને જોવા મળી રહી છે,જ્યારે કાર્તિ ઘૂંટણે બેસેલો જોવા મળે છે તેની આંખો પર પટ્ટી બાંધેલી છે જ્યારે તેના બંને હાથ પાછળ તરફ બાંધેલા છે.આમ આ ફિલ્મ આગામી 28 એપ્રિલ 2023ના રોજ રિલીઝ થવાની છે.