
ચાર વર્ષ પણ ના ટકયા અદિતિ રાવ હૈદરીના લગ્ન
મુંબઈ, બોલિવૂડ અને સાઉથની ફેમસ એક્ટ્રેસે કે જેને પોતાની એક્ટિંગની લાઇફની શરૂઆત મલયાલમ ફિલ્મોથી કરી હતી, પરંતુ પછી સાઉથ અને બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ અને કામથી બધાને દિવાના કરી દીધા હતા. શું તમે જાણો છો કોણ છે આ એક્ટ્રેસ આ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી છે જે આજે પોતાનો ૩૭મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. હૈદરાબાદના શાહી પરિવારમાં જન્મેલી અદિતિ રાવ હૈદરીએ પોતાના કરિયરની શરૂઆત બોલિવૂડમાં અભિષેક બચ્ચન અને સોનમ કપૂર સ્ટારર ફિલ્મ દિલ્હી ૬ થી કરી હતી. આ ફિલ્મમાં અદિતિના રોલને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ અદિતિએ બેક ટૂ બેક અનેક ફિલ્મોમાં પોતાની ભૂમિકા નિભાવી છે જેના પર ફેન્સ ફિદા થઇ ગયા. એક્ટ્રેસના ફેન ફોલોઇંગ પણ ખૂબ છે. એક્ટ્રેસ અકબર હૈદરીની પૌત્રી અને મુહમ્મદ સાલેહ અકબર હૈદરીની પૌત્રી છે જે અસમના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચુકયા છે. પોતાની એક્ટિંગ કેરિયરમાં રોકસ્ટાર, મર્ડર ૩ અને ફિતૂર જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. એક્ટિંગમાં કરિયર બનાવવાના ત્રણ વર્ષ પછી અદિતિએ ૨૦૦૯માં સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ અભિનેત્રી લગ્ન ૪ વર્ષ પણ ટકયા હતા નહીં. એક્ટ્રેસના વર્ષ ૨૦૧૩માં તલાક થઇ ગયા. અદિતિ રાવ હૈદરીનું આમિર ખાન સાથે ખાસ કનેક્શન છે.
એક્ટ્રેસ આમિરની એક્સ વાઇફ કિરણ રાવની કઝિન સિસ્ટર છે. આમ સંબંધોની વાત કરવામાં આવે તો આમિરની શાળી પણ હતી. જો કે હવે આમિર અને કિરણ અલગ થઇ ચુકયા છે. આ સંબંધોને કારણે અદિતિનું આમિર સાથે કનેક્શન પણ રહી ચુકયુ છે. વર્ષ ૨૦૧૮માં ફિલ્મ પદ્માવતમાં અદિતએ અલાઉદ્દીન ખિજલીની પત્નીની ભૂમિકા નિભાવીને લોકોની વાહવાહી લૂંટી લીધી હતી. આ બ્લોકબસ્ટર ફિલ્મોમાં આ મહત્વની ભૂમિકામાં અહમ રોલ જયા બચ્ચનની ભલામણ કરી હતી. આ માટે એમને એક ઇન્ટરવ્યૂમાં જયા બચ્ચનો આભાર પણ માન્યો હતો. સંજય લીલા ભણસાલીની બ્લોકબસ્ટર પદ્માવત માટે જયાએ એમનું નામ સુચવ્યુ હતુ.