આદિલ ખાને રાખી સાવંતની મિસકેરેજ વાત ફગાવી દીધી

ફિલ્મી દુનિયા

મુંબઈ, ટીવીની ડ્રામા ક્વીન તરીકે ઓળખાતી રાખી સાવંત પાછલા થોડા સમયથી ખૂબ ચર્ચામાં છે. પહેલા તો પતિ આદિલ ખાન સાથે લગ્નનો વિવાદ થયો અને પછી તેણે દાવો કર્યો કે તે ગર્ભવતી હતી અને તેને કસુવાવડ થઈ ગઈ હતી. તેણે આ પ્રકારના ચોંકાવનારા દાવા કર્યા હતા. પરંતુ તેનો પતિ આદિલ ખાન કંઈક અલગ જ વાત કહી રહ્યો છે. આદિલ ખાને રાખીની પ્રેગ્નેન્સી અને કસુવાવડના સમાચારને ફેક જણાવ્યા છે. આદિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે

જે જોઈને ફેન્સ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે કે આખરે પતિ-પત્નીમાંથી સાચું કોણ બોલી રહ્યું છે. આદિલ ખાન દુર્રાનીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે રાખી સાવંતની કસુવાવડ થઈ છે. આ ફોટોની ઉપર આદિલ ખાને લખ્યું કે, ફેક ન્યુઝ. હું તમામ લોકોને વિનંતી કરુ છું કે આ પ્રકારના ખોટા સમાચારને પબ્લિશ ના કરો. એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું કે, મારી તમને વિનંતી છે કે થોડા સમય માટે સોશિયલ મીડિયાથી દૂર રહો. અહીં તમારી લાગણીઓની મજાક ઉડી રહી છે.

ઉલ્લેખનીય છે કે રાખી સાવંતે તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન જણાવ્યું કે, હું ગર્ભવતી હતી અને મેં બિગ બોસ મરાઠીમાં આ વિશે વાત પણ કરી હતી, પરંતુ લોકોને લાગ્યું કે હું મજાક કરી રહી છું. કોઈએ મારી વાતને ગંભીરતાથી નહોતી લીધી. આ સિવાય રાખીએ ગર્ભપાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે, હું ગર્ભપાતની પીડા સહી ચૂકી છું અને મારું બાળક ગુમાવી ચુકી છું. રાખી સાવંતે આ પહેલા રિતેશ નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. તે રિતેશ સાથે બિગ બોસના ઘરમાં પણ આવી હતી,

પરંતુ બહાર નીકળ્યા પછી તેમના રસ્તા અલગ થઈ ગયા હતા. રાખીના જીવનમાં પછી આદિલની એન્ટ્રી થઈ હતી. થોડા દિવસ પહેલા તેમના લગ્નની તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા. રાખીએ લગ્નની પૃષ્ટિ કરી હતી અને દાવો કર્યો હતો કે મેં મારું નામ બદલીને ફાતિમા રાખી લીધું છે. જો કે પહેલા આદિલ આ વાત જાહેરમાં સ્વીકારવા તૈયાર નહોતો. આખરે હવે તે પણ લગ્નની વાત સ્વીકારી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.