અદા શર્માનો થયો ભયંકર અકસ્માત, ટિ્‌વટમાં લખ્યુ, “હું ઠીક છું.

ફિલ્મી દુનિયા

મુંબઈઃ ‘ધ કેરેલા સ્ટોરી’ માં લીડ રોલ ભજવનારી અદા શર્મા એક રોડ એક્સિડેન્ટમાં ઘાયલ થઈ છે! જેવી જ એક્સિડેન્ટની ખબર સામે આવી છે, લોકો તેની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને એક્ટ્રેસને ટેગ કરીને તેની હેલ્થ અપડેટ વિશે પણ પુછી રહ્યા છે. તેની સાથે કોઈ મોટી હાલાકી નથી થઈ. તેણીએ ચિંતા વ્યક્ત કરવા માટે લોકોનો આભાર માન્યો. અદાના મેસેજ બાદ ફેન્સનો શ્વાસ નીચે બેઠો. કારણકે, છેલ્લા ઘણાં સમયથી તેને જીવલેણ ધમકીઓ મળી રહી હતી.

અદા શર્માએ કહ્યુ કે, તેણી ઠીક છે અને કોઈ મોટો અકસ્માત નથી થયો. અદાએ પોતાની ટિ્‌વટમાં લખ્યુ, “હું ઠીક છું. મને ઘણા બધાં મેસેજ મળી રહ્યા છે. કારણકે, અમારા એક્સિડેન્ટની ખબરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આખી ટીમ, અમે બધાં ઠીક છીએ, કંઈપણ સીરિયસ નથી. કોઈ મોટો અકસ્માત નથી થયો પરંતુ, ચિંતા માટે આભાર.”અદા શર્માને ‘ધ કેરેલા સ્ટોરી’ને લઈને ચાલી રહેલા વિવાદના લીધે જીવલેણ ધમકીઓ મળી રહી છે. ‘ધ કેરેલા સ્ટોરી’ રાજનૈતિક દળો અને સમૂહોના એત વર્ગની પ્રતિક્રિયાનો સામનો કરી રહી છે. જેણે દાવો કર્યો છે કે, ફિલ્મ ફેક્ટ આધારિત નથી અને મુસ્લિમ સમુદાયો સામે નફરતને વધારો કરે છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ રાજ્યમાં ‘ધ કેરેલા સ્ટોરી’ પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી હતી.આ પહેલા ‘ધ કેરેલા સ્ટોરી’ને મળી રહેલા ઓડિયન્સના પ્રેમછી અદા શર્માએ ખુશી વ્યક્ત કરી હતી. તેણીએ ફિલ્મને લઈને તમામ વિવાદો છતાં ‘ધ કેરેલા સ્ટોરી’ને બ્લોકબસ્ટર બનાવવા દર્શકોનો આભાર માન્યો હતો. તેણીએ ટિ્‌વટમાં લખ્યું, “મારા પ્રામાણિકતાથી કરેલા કામને બદનામ કરવામાં આવી રહ્યુ છે, મારી સત્યનિષ્ઠનું મજાત ઉડાડ્યુ, ધમકીઓ આપી, અમારા ટિઝર પર પ્રતિબંધ, અમુક રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવાયો, બદનામી કેમ્પેઇન શરુ થયો..

પરંતુ તમે દર્શકોએ ‘ધ કેરેલા સ્ટોરી’ને નંબર વન બનાવી દીધી.”અદા શર્માએ પોતાની ટિ્‌વટમાં આગળ લખ્યુ, “એક મહિલા પ્રધાન ફિલ્મ!! વાહ! દર્શક તમે જીતી ગયાં. તમે જીતી ગયાં અને અમે આંતરરાષ્ટ્રીય સ્તર પર જઈ રહ્યુ છે.” ‘ધ કેરેલા સ્ટોરી’ સિનેમાઘરોમાં અપેક્ષા કરતાં વધારે કમાણી કરી રહી છે. રિલીઝના બે અઠવાડિયામાં ફિલ્મ ૧૩૦ કરોડનો આંકડો પાર કરી ચુકી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.