અભિનેત્રી ઉર્ફી જાવેદ ફરી એકવખત હૉટ લૂકમાં દેખાઈ

ફિલ્મી દુનિયા

મુંબઈ, આ વિડીયો ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે માત્ર પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. તેની પેન્ટનું બટન અને હાફ ઝિપ (ચેન) પણ ખુલ્લી છે. ઉર્ફી જાવેદનો આ વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘બેશરમ’. ઉર્ફી પોતાના કપડાં ઉપરાંત વિવાદાસ્પદ નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. તે ઘણાં ટીવી શો અને રિયાલિટી શોમાં જોવા મળી છે.

એકસમયે ઉર્ફી જાવેદે કહ્યું હતું કે તે જીવનમાં ઘણી વખત નિષ્ફળ ગઈ છે. તેને લાગતું હતું કે આ સમસ્યામાંથી બહાર નીકળવા માટેનો એકમાત્ર ઉપાય જીવન ખતમ કરવાનો છે. રિયલ લાઈફમાં તેની સ્થિતિ ખૂબ ખરાબ હતી. નિષ્ફળ કરિયર, નિષ્ફળ રિલેશનશિપ અને આર્થિક તંગીના કારણે તેને એવું લાગતું હતું કે તેને જીવવાનો કોઈ અધિકાર નથી. ઉર્ફીએ કહ્યું કે આજે તેની પાસે વધારે પૈસા નથી, સફળ કરિયર નથી અને હજુ પણ સિંગલ છે પણ હવે તેની પાસે આશાનું કિરણ છે.

ઉર્ફી જાવેદે એવું પણ કહ્યું હતું કે તે આજે જીવતી છે તેનું એકમાત્ર કારણ કે તે કયારેય રોકાઈ નથી. તે આગળ વધતી રહી અને આજે પણ આગળ વધી રહી છે. ભલે ત્યાં નથી પહોંચી કે જ્યાં તે પહોંચવા માગતી હતી પણ અત્યારે તે પોતાના રસ્તે છે. તે કહે છે કે જાગો, લડો અને ફરી આગળ વધો. તમે તમારી પરિસ્થિતિઓ કરતા વધારે મજબૂત છે.

ઉર્ફી જાવેદે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, બીજી યુવતીઓની જેમ હું પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છું, એકવાર કોઈએ મારી સાથે જબરદસ્તીની કોશિશ કરી હતી પરંતુ હું ગમે તેમ કરીને ત્યાંથી નીકળી ગઈ હતી. એટલે હું મારી જાતને નસીબદાર માનું છું. ઈન્ડસ્ટ્રીના પુરુષો પાવરફુલ છે. તેમની પાસે હક છે કે તેઓ કોઈપણ ક્ષણ કોઈને રિજેક્ટ કરી શક છે. ઈન્ડસ્ટ્રીના મોટા માથાઓએ મારું કાસ્ટિંગ કાઉચ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હું તેમના નામ નહીં આપું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.