‘એક હજારો મેં મેરી બહેના હૈ’ના અભિનેત્રી તરલા જાેષીનું થયું અવસાન

ફિલ્મી દુનિયા

જયપુર,
જાણીતા ટીવી અભિનેત્રી તરલા જાેષીનું નિધન થઇ ગયું છે. ટીવી શો ‘એક હજારો મેં મેરી બહેના હૈ’ સહિતના શોમાં તેઓ કામ કરી ચુકયા હતાં. અભિનેત્રી નિયા શર્માએ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી દુઃખ વ્યકત કર્યુ હતું.
નિયાએ પણ તરલા જાેષી સાથે ‘એક હજારો મેં મેરી બહેના હે’ શોમાં મુખ્ય ભુમિકા નિભાવી હતી. તરલાએ આ શોમાં બડી બીજીનું પાત્ર ભજવ્યું હતું. આ શો ખુબ જ હિટ નિવડ્યો હતો. તરલા જાેષીનું અવસાન કયા કારણોસર થયું તે જણાવાયું નથી.
નિયાએ તરલા જાેષી સાથેની પોતાની તસ્વીરો પોસ્ટ કરી ‘રિપ બડી બીજી, યુ વિલ બી મિસ્ડ’ એવું કેપ્શન આપી સાથે દિલની ઇમોજી મુકી છે. તરલા જાેષીએ અન્ય ટીવી શો સારાભાઇ વર્સીસ સારાભાઇ, બંદીની સહિતમાં કામ કર્યુ હતું. બંદીનીમાં વસુધાબેનનો રોલ તેમણે નિભાવ્યો હતો. સારાભાઇમાં ઇન્દ્રવદનના માતાના પાત્રમાં દર્શકોએ તેમને પસંદ કર્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.