એક્ટ્રેસ નિકિતા દત્તા અને તેની માતા થઈ કોરોના સંક્રમિત

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 29

મુંબઈ,
બોલિવૂડમાં કોરોનાવાયરસનો ભય સતત વધતો જાય છે. છેલ્લાં થોડાં સમયથી અનેક સેલેબ્સ કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. હવે એક્ટ્રેસ નિકિતા દત્તા પણ કોરોના પોઝિટિવ થઈ છે. તે ઘરમાં જ આઈસોલેટ થઈ છે. નિકિતા ઉપરાંત તેની દિલ્હી રહેતી તેની માતા પણ કોવિડ પોઝિટિવ છે. તેઓ ફિલ્મ ‘બિગ બુલ’ના સ્ક્રીનિંગમાં મુંબઈ આવવાના હતા, પરંતુ હવે આવશે નહીં. ‘ધ બિગ બુલ’માં અભિષેક બચ્ચન લીડ રોલમાં છે. આ ફિલ્મ ૮ એપ્રિલના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
નિકિતા મુંબઈમાં અપકમિંગ ફિલ્મ ‘રોકેટ ગેંગ’ના શૂટિંગ દરમિયાન ચેપગ્રસ્ત થઈ ગઈ હતી. બોસ્કો માર્ટિસના ડિરેક્શનમાં બનેલી આ ડાન્સ બેઝ્‌ડ ફિલ્મમાં આદિત્ય સીલ લીડ રોલમાં છે. નિકિતાએ કહ્યું, ‘આ ઘણું જ દુર્ભાગ્યપૂર્ણ તથા નિરાશાજનક છે, પરંતુ એક્ટિંગ તમને ધૈર્ય રાખતા શીખવે છે. અમે ૨૦૧૯થી ફિલ્મનું શૂટિંગ કરવાનો પ્રયાસ કરતાં હતાં, પરંતુ અમારે કોરોનાને કારણે અનેકવાર શિડ્યૂઅલ અટકાવવું પડ્યું હતું. અમે ગયા વર્ષે ડિસેમ્બરમાં ફરીવાર શૂટિંગ કર્યું હતું, પરંતુ બોસ્કો કોવિડ પોઝિટિવ થઈ ગયો હતો. ત્યારબાદ આદિત્યને ચેપ લાગ્યો. હવે હું પોઝિટિવ થઈ ગઈ. ૧૦ દિવસ બાદ હું બીજીવાર ટેસ્ટ કરાવીશ.’
નિકિતાએ કહ્યું, ‘કેટલાંક સીન્સના શૂટિંગ દરમિયાન સો.ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ છે. એક્ટર્સ શૂટિંગ દરમિયાન માસ્ક પહેરી શકતા નથી. અમારી સેફ્ટી ક્રૂ મેમ્બર્સના ખભા પર છે. સેનિટાઈઝર, માસ્ક, ટેમ્પ્રેચર ચેક વગેરે સાવચેતી રાખવા છતાં લોકો કોરોનાનો ભોગ બને છે. અમે બીજા શહેરમાં શૂટિંગ કરી શકીએ તેમ નથી, કારણ કે અમારો સેટ મીરા રોડ પર બનાવવામાં આવ્યો છે. ત્રીજા શિડ્યૂઅલ માટે વેન્યૂ ચેન્જ કરવું અશક્ય છે.’
નિકિતાએ કહ્યું, ‘મારી માતાની તબિયત વધુ ખરાબ હોવાથી તેમને આઇસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમને દિલ્હી મળવા જવાની હતી, પરંતુ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આશા છે કે તમામ લોકો માટે વેક્સિન ટૂંક સમયમાં મળતી થઈ જશે.’


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.