
અભિનેત્રી નિયા શર્માએ પેન્ટ સરકાવીને આપ્યા હોટ પોઝ
મુંબઈ, ટીવી એક્ટ્રેસ નિયા શર્મા તે અભિનેત્રીઓમાંથી છે જેણે ટીવી સિરીયલ્સ દ્વારા લોકો લોકોનું મનોરંજન તો કર્યુ, સાથે જ પોતાના લુક્સના કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. તેણી હંમેશા સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં રહે છે. કયારેક વીડિયો તો કયારેક ફોટો સેર કરીને તેણી હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે.
તેનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ છે. એકવાર ફરી તેની અમુક તસવીરો ફરી ચર્ચામાં આવી છે. આ ફોટો તેણીએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફોટોમાં નિયા વ્હાઇટ કલરની બૉડિકૉન ડ્રેસ અને જીન્સ પહેરેલી જોવા મળી હતી. તેનો બોડીકૉન ડ્રેસ ડીપનેક છે, સાથે જ તેણીએ જીન્સનાં બટન પણ ખોલી દીધાં છે. વળી, તેણીએ પોતાના વાળને બાંઘી રાખ્યા છે.
આ લુકની સાથે નિયાએ ઘણા કિલર પોઝ પણ આપ્યા છે. હવે તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. ઘણા લોકો તેણીના આ લુક્સને ખૂબ જ પસંદ કરી રહ્યા છે, પરંતુ અમુક એવા પણ લોકો છે જે તેને ટ્રોલ કરી રહ્યા છે. વળી, અમુક લોકો નિયાને ઉર્ફીની બહેન જણાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યુ, ‘કેમ ઉર્ફી બની રહી છો? નિયાના આ ફોટો પર એકત અન્ય યુઝરે લખ્યુ, *ઉર્ફીની બહેન.* એક અન્ય યુઝરે લખ્યુ, *આ બીજી આવી ઉર્ફીની બહેન.* એક બીજા વ્યક્તિએ કોમેન્ટ તકીને લખ્યુ, *કમાલ છે, શું પહેરવેશ છે હવે* નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર ઉર્ફીના ઘણાં ચાહકો છે. તેને ૭૭ લાખથી પણ વધારે લોકો ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.