અભિનેત્રી નેહા ધૂપિયા લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ હતી
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા એવી અભિનેત્રીઓ પૈકીની એક છે જે લગ્ન પહેલા જ ગર્ભવતી હતી. નેહા ધૂપિયાએ એક્ટર અંગદ બેદી સાથે લગ્ન કર્યા છે. નેહા અને અંગદે ૨૦૧૮ના મે મહિનામાં ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. નેહા અને અંગદે લગ્ન કર્યા પછી સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. નેહાએ નવેમ્બર મહિનામાં દીકરી મહેરને જન્મ આપ્યો હતો.
જ્યારે તેમના દીકરા ગુરીકનો જન્મ ૨૦૨૧માં થયો છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં નેહાએ ખુલાસો કર્યો છે કે, તેની પ્રેગ્નેન્સી વિશે જાણીને તેના પેરેન્ટ્સની શું પ્રતિક્રિયા હતી. લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થયેલી નેહાએ આ વાતની જાણ તેના પરિવારને કઈ રીતે કરી હતી તેનો ખુલાસો કર્યો છે. નેહાએ કહ્યું, અમારા સામાન્ય લગ્ન નહોતા. અમે લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હતા. એટલે જ્યારે હું અને અંગદ મારા માતાપિતાને આ વિશે વાત કરવા ગયા ત્યારે તેમણે કહ્યું કે, ‘સરસ.
પરંતુ તમારી પાસે ૭૨ કલાક છે નહીં તો અમે અમારો વિચાર બદલી નાખીશું. જલ્દી લગ્ન કરી લો’. મને મુંબઈ પાછા જઈને લગ્ન કરવા માટે ફક્ત અઢી દિવસનો સમય આપવામાં આવ્યો હતો. નેહા લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થતાં સોશિયલ મીડિયા પર તેની ખાસ્સી ટીકા પણ થઈ હતી. આ વિશે વાત કરતાં તેણે આગળ કહ્યું, *મારા નિર્ણયથી કોઈની લાગણીઓ નહોતી દુભાઈ અને તમે જે ઈચ્છો છો તે કરવામાં કંઈ ખોટું પણ નથી. જુઓ આજે અમે ખુશી છીએ.* બે બાળકોની માતા નેહાએ મધર્સ ડે પર કેટલીક તસવીરો શેર કરી હતી.
જેમાં તેની મમ્મી તેની સાથે જોવા મળે છે. તસવીરો શેર કરતાં નેહાએ લખ્યું હતું, *આપણા સૌમાં એક વસ્તુ કોમન છે…તે એ છે કે આપણા સૌને શ્રેષ્ઠ મા મળી છે. આજે અને હરહંમેશ હેપી મધર્સ ડે. લવ યુ મા.* જણાવી દઈએ કે, ગત વર્ષે નેહા ધૂપિયા ‘ગુડ મોર્િંનગ’ નામની શોર્ટ ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં વર્િંકગ મધરની સ્ટ્રગલ્સને દર્શાવાઈ હતી.