અભિનેત્રી મૌની રોય પાસે લક્ઝરી વાહનો છે

ફિલ્મી દુનિયા

મુંબઈ, મૌની રોય આ દિવસોમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં તેના શાનદાર અભિનયને કારણે ચર્ચામાં છે. મૌનીએ પ્રખ્યાત ટીવી સિરિયલ ક્યૂંકી સાસ ભી કભી બહુ થી લઈને ‘બ્રહ્માસ્ત્ર’ સુધીની તેની સફરમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. મૌની રોયે માત્ર નાના પડદા પર જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ પોતાની એક્ટિંગનો સિક્કો જમાવી દીધો છે.

તાજેતરમાં રિલીઝ થયેલી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં મૌનીનો રોલ નાનો છે પણ મજબૂત છે. એક નાના પાત્રથી જ અભિનેત્રીએ તેના અભિનયથી વિવેચકો અને ચાહકોને મોહિત કર્યા છે. એક્ટિંગ સિવાય ૨૮ સપ્ટેમ્બર ૧૯૮૫ના રોજ કૂચ બિહારમાં જન્મેલી મૌની પોતાની સુંદરતા અને કિલર લુકના કારણે પણ ચર્ચામાં છે. મૌનીને અભિનય વારસામાં મળ્યો છે. મૌનીના દાદા શેખર ચંદ્ર રોય અને મમી મુક્તિ જાણીતા થિયેટર કલાકારો છે. સેન્ટ્રલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યા પછી, મૌનીએ જામિયા મિલિયા ઈસ્લામિયામાં માસ કોમ્યુનિકેશનમાં જાેડાઈ, પરંતુ અભ્યાસ પૂરો કરતા પહેલા જ મુંબઈ આવી ગઈ.

મૌની રોયને ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી માનવામાં આવે છે. વર્ષ ૨૦૦૭ માં, તેણે એકતા કપૂરના શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ થી અભિનયની શરૂઆત કરી અને પોતાના અભિનયથી ઘર-ઘરમાં ખાસ ઓળખ બનાવીને જબરદસ્ત લોકપ્રિયતા મેળવી. પહેલી જ સિરિયલ પછી મૌનીને ઘણા ટીવી શોની ઓફર મળવા લાગી. ‘શ્શ.. ફિર કોઈ હૈ’, ‘દેવોં કે દેવ મહાદેવ’ જેવા ઐતિહાસિક શોએ મૌનીની લોકપ્રિયતામાં ઘણો વધારો કર્યો. એકતા કપૂરના અલૌકિક શો ‘નાગિન ૧’, ‘નાગિન ૨’, ‘નાગિન ૩’ની સફળતા પછી, મૌની રોય સૌથી મોંઘી ટીવી અભિનેત્રીઓમાંની એક બની ગઈ. મૌનીએ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૭’માં પણ ભાગ લીધો હતો. ટીવીની સાથે સાથે મૌની રોયે વર્ષ ૨૦૧૮માં અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘ગોલ્ડ’થી મોટા પડદા પર પગ મૂક્યો હતો.

આ પછી, તે ફિલ્મ ‘દ્ભય્હ્લઃ ચેપ્ટર ૧’ માં એક ગીતમાં જાેવા મળી હતી. ‘રોમિયો અકબર વોલ્ટર’, ‘મેડ ઇન ચાઇના’માં પણ કામ કર્યું. મૌની રોય ટીવી શો, ફિલ્મો, એડ ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયાથી કરોડોની કમાણી કરે છે. આટલું જ નહીં, અભિનેત્રી મ્યુઝિક વીડિયોથી પણ ઘણી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, મૌનીની કુલ સંપત્તિ ૪૦ કરોડ છે. સ્ટાઇલિશ અને લક્ઝરી લાઈફ જીવતી મૌની રોય મુંબઈમાં બે એપાર્ટમેન્ટની માલિક પણ છે. મૌની રોયને લક્ઝરી વાહનોનો પણ શોખ છે.

તેના કાર કલેક્શનમાં મર્સિડીઝ વધુ છે. અભિનેત્રી પાસે રૂ. ૧.૫ કરોડની મર્સિડીઝ જીએલએસ ૩૫૦ ડી અને રૂ. ૬૭ લાખની મર્સિડીઝ બેન્ઝ ઇ ક્લાસ પણ છે. બંગાળી બ્યુટી મૌની રોયે આ વર્ષે બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે. મૌની હાલમાં એક્ટિંગ કરિયરની સાથે તેના પારિવારિક જીવનનો પણ આનંદ માણી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.