અભિનેત્રી કરીના કપૂરે ડીપ નેકમાં હદ વટાવી

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર પોતાના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. કરીના એની ફિલ્મોની જેમ દર વખતે એના લુક્સમાં પણ કંઇક હટકે ટ્રાય કરતી હોય છે. ફેન્સને એની ખૂબસુરતી અને સ્ટાઇલ ખૂબ પસંદ પડે છે. જો કે કરીનાની હાલની ફિગર જોતા બે બાળકોની મોમ હશે એવું જરા પણ લાગતુ નથી. આમ, કરીનાની જેટલી દમદાર એક્ટિંગ છે એટલા ગ્લેમરસ આઉટફિટ પણ હોય છે. ઘણી વાર ફેન્સને કરીનાની સ્ટાઇલ એટલી ગમી જાય છે કે લોકો ફોલો પણ કરતા હોય છે. આમ, ઘણી વાર કરીના ફેશનને લઇને ટ્રોલ પણ થતી હોય છે. આવું ફરી વાર બન્યુ છે. આ વખતે કરીના કપૂરની સ્ટાઇલ અને અંદાજ લોકોને જરા પણ પસંદ પડયો નથી.

લોકોને લાગી રહ્યું છે કે એક્ટ્રેસ આ શું પહેરી લીધુ છે? હાલમાં એક્ટ્રેસ સ્પોટ થઇ હતી. આ સમયે કરીનાએ વ્હાઇટ કલરની સાર્ટિનનો ડ્રેસ કેરી કર્યો હતો. એક્ટ્રેસે આ સાથે ચમકાતો ડાયમંડનો નેકલેસ પણ પહેર્યો હતો. હાઇ હીલ્સ પહેરીને કરીના ટિપટોપ તૈયાર થઇને બિલ્ડીંગમાંથી બહાર આવી. આ સમયે કરીનાએ સ્માઇલ આપતા પેપ્સની સાથે વાતો પણ કરી. એક્ટ્રેસના આ ગ્લેમરસ લુકમાં લોકોની નજર ટકી ગઇ. ત્યાં લોકોએ કરીનાને આડે હાથે લીધી અને ટ્રોલ થઇ. કરીના કપૂરને આ સ્ટાઇલમાં જોયા પછી એક વ્યક્તિએ લખ્યુ કે હાહાહા..યે એસે એક્ટિંગ કયોં કર રહી હૈ..

જ્યારે બીજા એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યુ કે મુઝે લગા કી આપ ગિરી જાઓગી જૈસે ચલ રહી થી. આટલું જ નહીં બીજા એક યુઝર્સે તો એવી કમેન્ટ કરી કે મેડમ ટોવેલમાં આ રહી હૈ. આમ લોકોએ એક પછી એક મજાકના મુડમાં આવીને કોમેન્ટ્સ કરી છે. આ સાથે ઘણાં લોકોએ કરીનાના આ ડ્રેસની તુલના ચાદર સાથે પણ કરી છે. ઉલ્લેખનીય છે કે કરીના કપૂર ખાન બોલિવૂડની એ ટોપ હસીનાઓમાંથી એક છે જે લોકોના દિલમાં રાજ કરે છે. એક્ટ્રેસ સોશિયલ મિડીયામાં ઘણી એક્ટિવ રહે છે. હાલમાં કરીનાએ ઓટીટીમાં ડેબ્યૂ કર્યુ હતુ. આમાં લોકોને કરિનાની એક્ટિંગ ખૂબ પસંદ પડી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.