
અભિનેત્રી કંગનાનું તેજસ ગુજરાતમાં પણ ઉડયું નહીં
મુંબઈ, મનોરંજન પોર્ટ્લ બોલીવુડ હંગામાએ ભારત ભરના કેટલાય થિયેટર માલિકોનો સંપર્ક કર્યો. સૂરતમાં દ ફ્રાઈડે સિનેમા મલ્ટીપ્લેક્સ ચલાવતા કીર્તિભાઈ ટી વઘાસિયાએ શેર કર્યું છે કે, શુક્રવારથી રવિવાર સુધી પોતાના સિનેમા હોલમાં તેજસના તમામ ૧૫ શો રદ કરવા પડયા છે. તેમણે કહ્યું કે, મારા થિયેટરમાં તેજસનો એક પણ શો નથી ચાલી શકયો અને શૂન્ય બુકિંગ હતું. શુક્રવારે મેં તેજસને એક આખો દિવસ આપ્યો અને ૬ શો ચલાવવાનો નિર્ણય કર્યો,
કારણ કે આ ફક્ત ૨ કલાકનું ડયૂરેશનનું. પણ કોઈ દર્શકો આવ્યા નહીં, તેના કારણે મેં નિર્ણય લીધો કે, શનિવારે તેજસના ફક્ત ૩ શો ચાલશે. કીર્તિભાઈએ આગળ કહ્યું કે, અમારી પોલિસી છે કે, અમે એક શો ત્યારે જ ચલાવીએ છીએ, જ્યારે ૧૦ દર્શક હોય. તેજસ સાથે અમે વિચાર્યું કે, કમસે કમ ૪-૫ દર્શક કોઈ શો માટે આવી શકે છે. પણ આવું ન થયું અને આવી જ સ્થિતિ રવિવારે પણ જોવા મળી. કોઈ પણ તેજસ જોવા તો શું પૂંછવા પણ ન આવ્યું. શું તમે તેના પર વિશ્વાસ કરી શકશો.
અને તે પછી આ ફિલ્મનો શો હાફ કરી દીધો.DNAના રિપોર્ટ અનુસાર, મુંબઈમાં લોકપ્રિયG7મલ્ટીપ્લેક્સ ચલાવતા મનોજ દેસાઈએ પણ પોર્ટલને જણાવ્યું કે, રવિવારે અમે ૧૦૦ દર્શકો લાવવામાં સફળ રહ્યા. બાકી શો માટે ફિલ્મ જોનારાની સંખ્યા ૧૦૦થી ઓછી હતી. બિહારમાં રુપબાની સિનેમાના માલિક વિશેક ચૌહાણે તેજસને એક ડિઝાસ્ટર જાહેર કરી છે. આ વર્ષે પહેલી વાર શૂન્ય ટિકિટ વેચાણના કારણે મારે સવારનો શો રદ કરવો પડયો. અન્ય શોમાં ૨૦-૩૦ લોકો હતા.