
અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ આજે ૪૨મો જન્મદિવસ મનાવ્યો
મુંબઈ, ફિલ્મ ‘બાહુબલી’માં દેવસેનાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી અનુષ્કા શેટ્ટી ૪૨ વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ ૭ નવેમ્બર, ૧૯૮૧ના રોજ કર્ણાટકના મેંગલુરુમાં થયો હતો. તમને જણાવી દઈએ કે અનુષ્કા નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેમના પરિવારમાં કોઈ ફિલ્મમાં નહોતું. અનુષ્કા શેટ્ટીના પિતાનું નામ વિઠ્ઠલ શેટ્ટી અને માતાનું નામ પ્રફુલ્લા શેટ્ટી છે. તેને ૨ ભાઈઓ છે. મોટા ભાઈનું નામ સાંઈ રમેશ શેટ્ટી અને નાના ભાઈનું નામ ગુળરંજન શેટ્ટી છે. બંન્ને અનુષ્કા શેટ્ટીથી મોટા છે.
તેનો એક ભાઈ રમેશ કોસ્મેટિક સર્જન છે અને તેના લગ્ન સલોની રાય સાથે થયા છે.નાનો ભાઈ બિઝનેસમેન છે. અનુષ્કા શેટ્ટીનો જન્મ ૧૯૮૧ના રોજ કર્ણાટકના મેંગલુરુમાં થયો હતો. તેમણે વર્ષ ૨૦૦૫માં ફિલ્મ સુપરથી ડેબ્યુ કર્યું હતુ. અનુષ્કા શેટ્ટીના ચાહકો ખુબ મોટી સંખ્યામાં છે. પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી’ની સ્ટાર અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આજે આ નામથી દુનિયાભરમાં ફેમસ છે.
તેમની લોકપ્રિયતા કોઈથી ઓછી નથી. કહેવાય છે કે જ્યારે અભિનેત્રીએ ડેબ્યુ કર્યું ત્યારે ડિરેક્ટરે તેને નામ બદલવાની સલાહ આપી હતી. તેનું અસલી નામ સ્વીટી છે અને બાદમાં તેને નામ બદલીને અનુષ્કા શેટ્ટી રાખ્યું હતુ. અભિનેત્રીની વાત કરવામાં આવે તો તે આજે ૪૨ વર્ષની ઉંમરે પણ કુંવારી છે. તેનું નામ પ્રભાસ સાથે જોડાઈ ચૂકયું છે પરંતુ બંન્ને એકબીજાને માત્ર સારા મિત્રો ગણાવે છે.