અભિનેતા શાહિદ કપૂર મીરા રાજપૂતનો બીજાે પ્રેમ છે

ફિલ્મી દુનિયા

મુંબઇ, બોલીવુડ એક્ટર શાહિદ કપૂરનું સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ લિસ્ટ ખૂબ જ લાંબુ છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો શેર કરે છે. હવે શાહિદ કપૂરે પોતાની પત્ની મીરા રાજપૂતની સાથે એક વીડિયો શેર કર્યો છે. આની સાથે તેણે કહ્યું છે કે, તે મીરા રાજપૂતનો બીજાે પ્રેમ છે.

શાહિદ કપૂરે શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે અને પત્ની મીરા રાજપૂત એકબીજાથી દૂર દૂર બેસેલા નજરે પડી રહ્યા છે. મીરા રાજપૂત ફોનમાં વ્યસ્ત છે, તો શાહિદ કપૂર હસતા મોઢે ફ્લાઈંગ કિસ કરતો નજરે પડી રહ્યો છે. એક્ટરે સ્વીકાર્યુ કે તે તેની પત્નીનો બીજાે પ્રેમ છે, કારણ કે તેનો પહેલો પ્રેમ ફોન છે. શાહિદ કપૂરે જે વીડિયો શેર કર્યો છે તેના બ્રેકગ્રાઉન્ડમાં ફિલ્મ જર્સીનું સોંગ વાગી રહ્યું છે. તેણે વીડિયોની સાથે લખ્યું કે, તેનો પહેલો પ્રેમ એ છે કે જેને તે ધારીને જાેઈ રહી છે.

પરંતુ હું તેનો બીજાે પ્રેમ હોવા છતા પણ ખુશ છું. શું કરીએ, પ્રેમ આવો જ હોય છે. શાહિદ કપૂરની પોસ્ટ પર મીરા રાજપૂતે લખ્યું કે, ના, તુ મારો પહેલો પ્રેમ છે. તો એક્ટરના ભાઈ ઈશાન ખટ્ટરે પણ કોમેન્ટ કરી છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂતનો આ બ્લેક એન્ડ વ્હાઈટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના બેક ગ્રાઉન્ડમાં મૂવી જર્સીનું બિન તેરે ક્યા મારે હાલ, સાહિબા તો મૈં ર્મિજા તેરા સોંગ વાગી રહ્યું છે.

આ સોંગ વીડિયોને વધુ રોમાન્ટિક અને ક્યૂટ બનાવી રહ્યો છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, શાહિદ કપૂર હવે ફિલ્મ જર્સીમાં મૃણાલ ઠાકુર સાથે નજરે પડશે. જર્સી તેલુગુ ફિલ્મની ઓફિશિયલી હિન્દી રીમેક છે. આ ફિલ્મ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાના કેસ વધતા અને સિનેમાઘરો બંધ થતા ફિલ્મની રિલીઝ ડેટ હાલ ટાળવામાં આવી છે. જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે મેકર્સ નવી રિલીઝ ડેટની જાહેરાત કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.