અભિનેતા મિથુનની પત્ની અને પુત્ર પર દુષ્કર્મ, છેતરપિંડીની નોધાઇ ફરિયાદ

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 38

મુંબઈ,
બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા અને પુત્ર મહાક્ષય ઉપર દુષ્કર્મ, છેતરપિંડી અને જબરદસ્તી અબોર્શન કરાવવા મામલમાં મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતા દ્વારા પોલીસને લખવામાં આવેલી લેખિત ફરિયાદ મુજબ, પીડિતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીના પૂત્ર મહાક્ષય ઉર્ફ મેનોની સાથે ૨૦૧૫થી રિલેશનશિપમાં હતી. મહાક્ષયે આ સમય દરમિયાન પીડિતાની સાથે લગ્નનો વાયદો કરીને પીડિતાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોલીસને આપવામાં આવેલી લેખિત ફરિયાદમાં પીડિતાએ કે, વર્ષ ૨૦૧૫માં મહાક્ષયએ પીડિતાને ઘરે બોલાવી અને તેને સોફ્ટ ડ્રિંક્સમાં નશીદી દવા આપી અને આ સમય દરમિયાન મહાક્ષયે પીડિતાની સાથે મરજી વગર શારીરિક સંબંધ બાંધ્યા અને શારીરિક, માનસિક રીતે ને હેરાન કરતો રહ્યો.
પીડિતાના કહેવા મુજબ જ્યારે તે આ રિલેશનશિપના કારણે તે પ્રેગ્નેંટ થઈ તો મહાક્ષય ઉર્ફ મેમોએ તેને અબોર્શન કરાવવા માટે દબાણ કર્યું અને જ્યારે તે ન માની તો તેને કોઈ દવા આપીને તેનું અબોર્શન કરાવી લીધું. પીડિતાના કહેવા મુજબ તેને ખ્યાલ નહોતો કે તેને આપવામાં આવી રહેલી દવાથી તેનું અબોર્શન થઈ શકે છે. પીડિતાનું કહેવુ છે કે મહાક્ષયની માં અને અભિનેતા મિથુન ચક્રવર્તીની પત્નીએ પીડિતાની ફરિયાદ પછી પીડિતાને ધમકાવી હતી અને મામલાને દબાવવા માટે દબાણ પણ કર્યું હતું.
પીડિતાએ પહેલા પણ આ મામલામાં એફઆઈઆર દાખલ કરવવાની કોશિશ કરી હતી. પરંતુ જ્યારે પોલીસે કેસ દાખલ ન કર્યો. આ સમયે પીડિતા દિલ્હી શિફ્ટ થઈ ગઈ હતી. જ્યાં તેણે દિલ્ના રોહિણી કોર્ટમાં એફઆઈઆર દાખલ કરાવવા માટે અપીલ કરી હતી. જેના પ્રાઈમા ફેંસી એવિડેંસના આધાર પર કોર્ટે મામલામાં એફઆઈઆર દાખલ કરવા અને તપાસ કરવાના આદેશ આપ્યા છે. જેના આધારે ગુરૂવારે મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં મામલો દાખલ કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.